Covid Cases in India:કોરોના ગયા પછી પાછો ફર્યો! છેલ્લા 24 કલાકમાં 3824 નવા કેસ નોંધાયા, જાણો શું છે એક્ટિવ કેસની સ્થિતિ

Covid Cases in India: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3824 નવા કેસ નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,389 થઈ ગઈ છે.

Covid Cases in India:કોરોના ગયા પછી પાછો ફર્યો! છેલ્લા 24 કલાકમાં 3824 નવા કેસ નોંધાયા, જાણો શું છે એક્ટિવ કેસની સ્થિતિ

Covid Cases in India: દેશમાં ફરી એકવાર કોરોના રોગચાળો માથું ઉંચકતો જણાય છે. થોડી રાહત પછી, ભારતમાં ફરીથી કોવિડ 19નો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3824 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ વધીને 18,389 થઈ ગયા છે. કોરોનાના આ નવા કેસોને જોતા કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય વિભાગો ફરી સતર્ક થઈ ગયા છે અને તેના નિયંત્રણ માટે 10 અને 11 એપ્રિલના રોજ દેશભરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે.

આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3824 નવા કેસ નોંધાયા છે, જે પછી સક્રિય કેસોની સંખ્યા વધીને 18,389 થઈ ગઈ છે. આ તાજા સક્રિય કેસ કુલ કેસના 0.04 ટકા છે.

દેશમાં કોરોના વાયરસને લઈને રિકવરી રેટ 98.77 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,784 દર્દીઓ સાજા થયા છે, જેનાથી કુલ રિકવરી 4,41,73,335 થઈ ગઈ છે.

કોરોનાથી 4 નવા મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 4 નવા મોત નોંધાયા છે. આ મૃત્યુ કેરળ, દિલ્હી, રાજસ્થાન અને હરિયાણામાં થયા છે. હાલમાં, દેશમાં વર્તમાન દૈનિક હકારાત્મકતા દર 2.87 ટકા છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 2.24 ટકા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ના ફક્ત કેસમાં પણ હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 372  કેસ નોંધાયા હતા. જ્યારે  388 દર્દીઓ સાજા થયાં છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. રાજ્યમાં એક પણ વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યું નથી.

આ પણ વાંચો
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
ગુજરાતીઓ ફરી સાવધાન રહેજો! બકરું કાઢતા ઉંટ ના પેસે, જાણો આજે શું છે કોરોનાની સ્થિતિ?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ
 : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news