છેલ્લાં 24 કલાકમાં કોરોનાથી 509 લોકોના મોત, એક જ દિવસમાં કોરોનાના 47 હજારથી વધુ નવા કેસ આવ્યાં સામે
Corona Update: શું હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે? વરસાદની સિઝનમાં કોરોનાના કેસમાં કેમ થઈ રહ્યો છે વધારો? ટેસ્ટીંગની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી? અને અત્યાર સુધીમાં કેટલાં લોકોને અપાઈ ચૂકી છે કોરોનાની રસી? તમામ સવાલોના જવાબો જાણો...
- દેશભરમાં કોરોનાના નવા કેસમાં તોતિંગ વધારો
જાણો શું છે દેશભરમાં કોરોનાની લેટેસ્ટ અપડેટ
શું કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે?
Trending Photos
નવી દિલ્હીઃ શું હવે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે? વરસાદની સિઝનમાં કોરોનાના કેસમાં કેમ થઈ રહ્યો છે વધારો? ટેસ્ટીંગની પ્રોસેસ ક્યાં સુધી પહોંચી? અને અત્યાર સુધીમાં કેટલાં લોકોને અપાઈ ચૂકી છે કોરોનાની રસી? તમામ સવાલોના જવાબો જાણો... દેશભરમાં કોરોનાને કારણે ફરી એકવાર દહેશતનો માહોલ ઉભો થઈ રહ્યો છે. એમાંય ખાસ કરીને દક્ષિણના રાજ્ય કેરળમાં કોરોના રીતસરનો કહેર વર્તાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના કુલ 47 હજાર કરતા વધુ કેસ નોંધાયા છે. નવા કેસમાં મોટાભાગના કેસ કેરળમાં નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલાં નવા કેસો પૈકી 32,803 કેસ કેરળમાં નોંધાયા છે. જે પૈકી 24 કલાકમાં 173 લોકોના મૃત્યુ થયા છે.
એક જ દિવસમાં 47 હજારથી વધુ નવા કેસ:
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 47,092 કેસ નોંધાયા છે. ગઈકાલે દેશભરમાં કોરોનાના 41,965 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો 3,28,57,937 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 3,89,583 દર્દીઓ સારવાર હેઠળ છે. એક દિવસમાં 35,181 લોકો રિકવર થયા છે. અત્યાર સુધીમાં રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3,20,28,825 પર પહોંચી ગઈ છે.
India reports 47,092 new #COVID19 cases, 35,181 recoveries and 509 deaths in last 24 hours, as per Health Ministry
Total cases: 3,28,57,937
Active cases: 3,89,583
Total recoveries: 3,20,28,825
Death toll: 4,39,529
Total vaccination: 66,30,37,334 (81,09,244 in last 24 hours) pic.twitter.com/SJDvg3FQOH
— ANI (@ANI) September 2, 2021
24 કલાકમાં કોરોનાથી 509 લોકોના મૃત્યુ:
દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 509 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 4,39,529 પર પહોંચી ગયો છે. ગઈ કાલે 460 લોકોના કોરોનાથી મોત થયા હતા.
66 કરોડથી વધુ કોરોનાના ડોઝ:
દેશમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન પણ પૂરપાટ ઝડપે ચાલી રહ્યું છે. બુધવારે દેશભરમાં એક જ દિવસમાં કોરોનાની રસીના 1,33,18,718 ડોઝ આપવાનો રેકોર્ડ બનાવ્યો. અત્યાર સુધીમાં કોરોનાની રસીના 66,30,37,334 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં 81,09,244 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
16 લાખથી વધુ ટેસ્ટિંગ:
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ દેશમાં બુધવારે 16,84,441 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટિંગનો આંકડો 52,48,68,734 પર પહોંચી ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે