Delhi માં કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર, ઘરમાંથી બહાર નિકળતાં પહેલાં જરૂર એકવાર વાંચી લેજો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Satyendra Kumar Jain) કહ્યું કે શુક્રવારે રાજધાનીમાં 17 હજાર કોરોના કેસ આવશે. જ્યારે ગુરુવાર સુધી આ આંકડો 15 હજાર હતો.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. આવી સ્થિતિમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને (Satyendra Kumar Jain) કહ્યું કે શુક્રવારે રાજધાનીમાં 17 હજાર કોરોના કેસ આવશે. જ્યારે ગુરુવાર સુધી આ આંકડો 15 હજાર હતો. આવી સ્થિતિમાં, તકેદારી લેતા દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
શું કહે છે DDMA ની માર્ગદર્શિકા?
તમને જણાવી દઈએ કે શુક્રવાર રાતથી દિલ્હીમાં વીકેન્ડ કર્ફ્યુ શરૂ થવા જઈ રહ્યો છે. આ દરમિયાન, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આજે (શુક્રવારે) મોલ્સ, શોપિંગ કોમ્પ્લેક્સ અને બિન-આવશ્યક વસ્તુઓની દુકાનો ખોલવા માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. તેના આધારે દરેક જગ્યાએ બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલી શકશે. આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે ઓડ-ઈવનના આધારે દુકાનો કેવી રીતે ખુલશે અને સાપ્તાહિક બજારમાં શું વ્યવસ્થા હશે.
સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે
આદેશ અનુસાર, બજારો/કોમ્પ્લેક્સ અને બિન-આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલી મોલની દુકાનોને હવે સવારે 10 થી સાંજના 8 વાગ્યાની વચ્ચે ઓડ-ઈવન ધોરણે ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે, દરેક ઝોનમાં દરરોજ માત્ર એક અધિકૃત સાપ્તાહિક બજાર (50 ટકા ક્ષમતા સાથે) ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
દિલ્હીમાં મુસાફરી કરતા પહેલા જાણી લો આ નિયમ
નાઇટ કર્ફ્યુની સાથે હવે દિલ્હીમાં શનિવાર અને રવિવારે સંપૂર્ણ કર્ફ્યુ રહેશે. નાઇટ કર્ફ્યુનું વિસ્તરણ, જે દર શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી અમલમાં આવે છે, તે સોમવારે સવારે 5 વાગ્યા સુધી રહેશે. દિવસ દરમિયાન કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં.
જરૂરી સેવાઓ જેમ કે હોસ્પિટલ વગેરેને બાદ કરતાં તમામ સરકારી કચેરીઓ સંપૂર્ણપણે બંધ રહેશે. આ દરમિયાન સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરશે.
દિલ્હીમાં તમામ ખાનગી ઓફિસો માત્ર 50% કામ કરતા સ્ટાફ સાથે ચાલશે.
દિલ્હીમાં મેટ્રો અને બસો સંપૂર્ણ ક્ષમતાથી દોડશે. પરંતુ આ દરમિયાન માસ્ક પહેરવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે