પોલીસની મોટી કાર્યવાહી: 101 દિવસ બાદ ખાલી થયો શાહીન બાગ, 9 લોકો અટકાયતમાં

કોરોના વાયરસ વિરુદ્ધની લડતમાં આજે આખો દેશ એકજૂથ થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના ચેપને ફેલાતો અટકાવા માટે કડક પગલાં ભરી રહ્યાં છે. પંજાબ, મહારાષ્ટ્ર, ચંડીગઢ, દિલ્હી અને પુડ્ડુચેરીમાં કર્ફ્યૂ  લાગુ છે. આ સાથે જ દિલ્હીના શાહીનબાગ વિસ્તારને પણ ખાલી કરાવી દેવાયો છે. 

પોલીસની મોટી કાર્યવાહી: 101 દિવસ બાદ ખાલી થયો શાહીન બાગ, 9 લોકો અટકાયતમાં

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધની લડતમાં આજે આખો દેશ એકજૂથ થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તેના ચેપને ફેલાતો અટકાવા માટે કડક પગલાં ભરી રહ્યાં છે. પંજાબ, મહારાષ્ટ્ર, ચંડીગઢ, દિલ્હી અને પુડ્ડુચેરીમાં કર્ફ્યૂ  લાગુ છે. આ સાથે જ દિલ્હીના શાહીનબાગ વિસ્તારને પણ ખાલી કરાવી દેવાયો છે. દિલ્હી પોલીસે 101 દિવસ બાદ શાહીન બાગ વિસ્તાર ખાલી કરાવ્યો છે. ધરણા પરથી હટવાની ના પાડનારા 9 લોકોને અટકાયતમાં લેવાયા છે. જેમાં 6 મહિલાઓ અને 3 પુરુષ સામેલ છે. 

— ANI (@ANI) March 24, 2020

દિલ્હી અને નોઈડાને જોડતા આ રસ્તા પર લાગેલા ટેન્ટને પણ પોલીસે હટાવી દીધા છે. કોરોના વાયરસનું મોટું જોખમ હોવા છતાં આ લોકો ધરણા પર બેઠા હતાં. લોકડાઉન અને કર્ફ્યૂની સ્થિતિ હોવા છતાં મહિલાઓ ફરીથી મંગળવારે ભેગી થવા લાગી હતી. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓને હટાવીને ત્યાંથી ટેન્ટ હટાવી લેવાયા છે.  શાહીનબાગમાં છેલ્લા 100 દિવસથી મહિલાઓ ધરણા પર બેઠી હતી. 

કોરોના વાયરસને લઈને દિલ્હીમાં કલમ 144 પણ લાગુ છે. આમ છતાં ત્યાં પ્રદર્શનકારીઓ ભેગા  થયા હતાં. પોલીસે તેમને કહ્યું કે ધરણા ઘતમ કરો પરંતુ તેઓ ન માન્યા ત્યારે બળપૂર્વક તેમને હટાવવાની ફરજ પડી. આ અગાઉ પોલીસે 31 માર્ચ સુધી ફક્ત ચાર લોકોને બેસવાની મંજૂરી આપી હતી. એમ પણ કહેવાયું હતું કે ચારથી વધુ લોકો ત્યાં જોવા મળ્યાં તો તેમની ધરપકડ થશે. પ્રદર્શનકારીઓને પણ અલગ અલગ બેસવાનું જણાવાયું હતું. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે શાહીન બાગ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પણ વધુ સમયથી મહિલાઓ નાગરિકતા કાયદા અને એનઆરસીના વિરોધમાં ધરણા પર બેઠી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news