Coronavirus Update: કોરોના વિફર્યો! છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓના મોત, 9000થી વધુ નવા કેસ નોંધાયા

Coronavirus Cases: છેલ્લા 24 કલાકમાં, દેશભરમાં 9000 થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આ દરમિયાન 27 દર્દીઓના મોત પણ થયા છે. જેમાં ગુજરાતમાં 6 દર્દીઓના મોત થયા છે.
 

Coronavirus Update: કોરોના વિફર્યો! છેલ્લા 24 કલાકમાં 27 દર્દીઓના મોત, 9000થી વધુ નવા કેસ નોંધાયા

Corona Case Update: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 27 કોરોના દર્દીઓના મોત નોંધાયા છે. એકલા ગુજરાતમાં 6 દર્દીઓના મોત થયા છે. કોરોનાનો દૈનિક-સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના સંક્રમણના 9,111 કેસ નોંધાયા છે, જ્યારે 6,313 દર્દીઓ સાજા થયા છે.

દેશમાં કોરોનાના કેસ વધવાની સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 60,313 થઈ ગઈ છે. આ કુલ નોંધાયેલા કેસના 0.13 ટકા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 8.4 ટકા પર પહોંચી ગયો છે. તે જ સમયે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.94 ટકા છે. IIT કાનપુરના એક પ્રોફેસરે કહ્યું છે કે જો આ સ્થિતિ ચાલુ રહી તો આગામી સપ્તાહમાં દરરોજ કોરોનાના 50-60 હજાર કેસ સામે આવી શકે છે.

(Representative image) pic.twitter.com/ECAUDaKOCt

— ANI (@ANI) April 17, 2023

આરોગ્ય મંત્રીની સાવચેતી રાખવાની સલાહ

જો કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અપીલ કરી છે કે કોરોના સંક્રમણથી બચવા સાવચેતી રાખવાની જરૂર છે. દેશમાં XBB.1.16 વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે. આગામી 10-12 દિવસમાં સંક્રમણના કેસ વધશે.

કોરોના ટેસ્ટિંગમાં વધારો, એક લાખથી વધુ ટેસ્ટ

સ્વાસ્થ્ય મંત્રીએ ફરી એકવાર કોરોના સામેની લડાઈમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગની ફોર્મ્યુલા પર કામ કરવા કહ્યું. એક દિવસમાં ટેસ્ટિંગની સંખ્યા વધારીને એક લાખ કરવામાં આવી છે. 24 કલાકમાં 108,436 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં 92.41 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટ 98.68 ટકા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ અત્યાર સુધીમાં 4,42,35,772 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાત કોરોના અપડેટ (Covid Cases in Gujarat today)

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 289 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 130 કેસ નોંધાયા છે. જ્યારે 217 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્રણ દર્દીના મોત નીપજ્યા છે. આ ઉપરાંત 2305 દર્દીની તબિયત સ્થિર છે. 03 વેન્ટીલેટર પર છે અને 2309 એક્ટિવ કેસ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનામાંથી અત્યાર સુધીમાં કુલ 11072 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આમ, સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 231 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 349 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2309 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 04 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો:
આખરે એવું તે શું રંધાયું? ગુજરાત કોંગ્રેસમાં મોટી હિલચાલ, ખાનગી હોટલમાં બેઠક યોજાઈ
શિમરોન હેટમાયરની તોફાની અડધી સદી, રોમાંચક મેચમાં રાજસ્થાન સામે હાર્યું ગુજરાત
9 કલાકની પૂછપરછ બાદ CBI ઓફિસમાંથી બહાર આવ્યા કેજરીવાલ, બહાર આવીને કહ્યું કે....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news