Covid-19 New Cases: દેશમાં કોરોનાએ ફરી પકડી ગતિ, દિલ્હી-મહારાષ્ટ્રમાં વધી કેસની સંખ્યા

Covid-19 New Cases: દેશની રાજધાનીમાં દિલ્હીમાં એકવાર ફરી નવા કેસનો આંકડો 800ની નજીક પહોંચી ગયો છે. તો મહારાષ્ટ્રમાં 3 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છે. 

Covid-19 New Cases: દેશમાં કોરોનાએ ફરી પકડી ગતિ, દિલ્હી-મહારાષ્ટ્રમાં વધી કેસની સંખ્યા

નવી દિલ્હીઃ દેશમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાંજ્યાં દરરોજ નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો છે તો મહારાષ્ટ્રમાં દરરોજ 2 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. રવિવારે દિલ્હીમાં ફરી કેસનો આંકડો 700ને પાર પહોંચી ગયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 795 નવા કેસ સામે આવ્યાં છે. 

સ્વાસ્થ્ય બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં રાષ્ટ્રીય રાજધાનીમાં 556 લોકો સાજા થયા છે અને કોઈનું મોત થયું નથી. વર્તમાનમાં દિલ્હીમાં કોરોનાના 2247 એક્ટિવ કેસ છે, તો મૃત્યુદર 4.11 ટકા રહ્યો છે. દિલ્હીમાં અત્યાર સુધી 19,12,063 કેસ સામે આવ્યા છે, જ્યારે સારવાર બાદ 18,83,598 દર્દી સાજા થયા છે. રાજધાનીમાં અત્યાર સુધી 26,218 દર્દીના મોત થયા છે. 

મહારાષ્ટ્રમાં ફરી ચિંતા વધારી શકે છે કોરોના
મહારાષ્ટ્રમાં કોરોનાની વાત કરીએ તો રવિવારે 2946 નવા કેસ સામે આવ્યા જ્યારે 1432 દર્દી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં આજે કોરોનાથી બે મોત થયા છે. તો રાજ્યમાં 16 હજાર 370 એક્ટિવ કેસ છે. આ વચ્ચે દેશમાં પણ કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે નવા કેસનો આંકડો 8 હજારને પાર પહોંચી ગયો હતો. 

દેશમાં કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 8329 નવા કોરોનાના કેસ સામે આવ્યા, જે કાલની તુલનામાં 745 કેસ સામે આવ્યા છે. આ ઉછાળ બાદ દેશમાં એક્ટિવ કેસ 40,370 થઈ ગયા છે, જે દેશના કુલ એક્ટિવ કેસના 0.09 ટકા છે. તો છેલ્લા 24 કલાકમાં  3,44,994 ટેસ્ટમાં દૈનિક સકારાત્મકતા દર 2.41 ટકા જોવા મળ્યો છે. આ સિવાય સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.75 ટકા નોંધાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news