Corona Crisis પર કોંગ્રેસ નેતા અધીર રંજનનો રાષ્ટ્રપતિને પત્ર, તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવાની કરી માંગ
અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે કોરોના સંકટના મુદ્દા પર તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ થઈ રહી છે. દેશના ઘણા રાજ્યોમાં સ્થિતિ કોરોનાને કારણે ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલમાં પણ સુવિધા મળી રહી નથી. કોઈ જગ્યાએ બેડ તો ક્યાંક દવા અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. તેવામાં કોરોનાના વિકરાળ રૂપ અને લોકોને થઈ રહેલા મોત વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી તત્કાલ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે.
અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિને વિનંતી કરી છે કે કોરોના સંકટના મુદ્દા પર તત્કાલ સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. આ પત્રમાં તેમણે આગળ કહ્યુ કે, કોરોના મહામારીને કારણે ઊભી થયેલા ગંભીર સ્થિતિમાં એક વિશેષ સત્ર બોલાવવુ જોઈએ જેથી દેશભરના સાંસદ પોતાના ક્ષેત્ર અને રાજ્યની સ્થિતિ વિશે જણાવી શકે, જેથી લોકોની મુશ્કેલી ઓછી કરવાનો રસ્તો શોધી શકાય.
Congress MP Adhir Ranjan Chowdhury writes to President Ram Nath Kovind, urging him to convene a special session of the Parliament over the #COVID19 crisis. pic.twitter.com/K6Ou0h3jgK
— ANI (@ANI) May 10, 2021
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3.66 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3,66,161 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 2,26,62,575 પર પહોંચી ગયો છે. જેમાંથી 1,86,71,222 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે હજુ પણ 37,45,237 એક્ટિવ કેસ છે. એક દિવસમાં 3754 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 2,46,116 પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 17,01,76,603 લોકોનું રસીકરણ થયું છે.
છેલ્લા 4 દિવસથી આવતા હતા 4 લાખથી વધુ કેસ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આ અગાઉ છેલ્લા 4 દિવસથી સતત 4 લાખથી વધુ કેસ આવતા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 9 મી મેના રોજ 4.03 લાખ નવા કેસ અને 4092 લોકોના મોત થયા હતા. 8 મેના રોજ 4.01 લાખ નવા કેસ અને 4187 લોકોના મોત થયા હતા. જ્યારે 7મી મેના રોજ 4.14 લાખ નવા કેસ અને 3915 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે અગાઉ 6 મેના રોજ 4.12 લાખ નવા કોરોના કેસ આવ્યા હતા અને 3980 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે