Controversial Mosques in India: જ્ઞાનવાપીથી લઈને તાજમહેલ અને કુતુબ મીનાર સુધી વિવાદ, જાણો હિન્દુ-મુસ્લિમ પક્ષનો મત

મધ્યકાલીન ભારતમાં વિદેશી આક્રમણો દ્વારા હિન્દુ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા. આ તમામ પૂરાવા ઈતિહાસમાં નોંધાયેલા છે. અયોધ્યા તે મંદિરોમાંથી એક હતું જેને તોડીને બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. પરંતુ દેશમાં એવા ઘણા સ્થળ છે જેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 

Controversial Mosques in India: જ્ઞાનવાપીથી લઈને તાજમહેલ અને કુતુબ મીનાર સુધી વિવાદ, જાણો હિન્દુ-મુસ્લિમ પક્ષનો મત

નવી દિલ્હીઃ કાશી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદને લઈને સર્વે ચાલી રહ્યો છે અને કાલે કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવશે. જ્ઞાનવાપી મસ્જિદમાં કાશી વિશ્વનાથ મંદિર કનેક્શન બાદ સર્વે કરાવવામાં આવ્યો છે. પરંતુ આ મામલો માત્ર જ્ઞાનવાપી મસ્જિદ સુધી સીમિત નથી. મધ્યકાલીન ઈતિહાસમાં દેશમાં એવા ઘણા હિન્દુ દેવી-દેવતાઓના મંદિર હતા જેને વિદેશી આક્રમણો દ્વારા તોડી દેવામાં આવ્યા. પરંતુ વર્તમાનમાં આ વિવાદ ચર્ચાનો વિષય છે. ભારતમાં વર્તમાનમાં ઘણા એવા સ્થળ છે જેના પર વિવાદ છે અને ગમે ત્યારે તેના પર ચર્ચા શરૂ થઈ જાય છે. 

તાજમહેલ કે તેજોમહાલય
તાજમહેલને લઈને પણ વિવાદ છે. કેટલાક લોકો તેને તાજમહેલ તો કેટલાક લોકો તેને શિવમંદિર તેજોમહાલય કહે છે. ઘણા પક્ષોનું કહેવું છે કે પહેલાં ત્યાં શિવ મંદિર હતું. પરંતુ ઈતિહાસમાં તાજ મહેલને હંમેશા મુમતાઝ બેગમની યાદમાં બનાવેલી ઈમારત ગણાવી છે. પરંતુ ઘણા ઈતિહાસકારોનું તે કહેવું છે કે તાજમહેલમાં હિન્દુ મંદિરોના ઘણા પૂરાવા મળ્યા છે. પરંતુ તેની પાછળ ઘણા મહત્વના કારણ છે કે તાજમહેલની ટોચ પર બનેલ હિન્દુ કળશ જેવી બનાવટ. સામાન્ય રીતે કોઈ મંદિર નિર્માણમાં જોવામાં આવે છે કે મંદિરની ટોંચ પર કળશ હોય છે. 

જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ
કહેવાય છે કે ઔરંગઝેબે પોતાના શાસનકાળમાં કાશી વિશ્વનાથ મંદિરને ધ્વસ્ત કરાવ્યું હતું અને તેના કાટમાળનો ઉપયોગ કરી જ્ઞાનવાપી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. અહીં શ્રૃગાંર ગૌરી મંદિર હોવાની વાત કહેવામાં આવે છે. તો જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે કરાવવામાં આવ્યો છે. કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલ આ મસ્જિદનો વિવાદ ઘણો જુનો છે. 

મધ્ય પ્રદેશની કમલ મૌલા મસ્જિદ
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં સ્થિત આ મસ્જિદને લઈને ઘણીવાર હિંસા અને તણાવની સ્થિતિ જોવા મળી છે. હિન્દુ ધર્મના લોકોનું માનવુ છે કે અહીં માતા સરસ્વતીનું પ્રાચિન મંદિર હતું. પરંતુ મુસ્લિમ પક્ષ તેને મસ્જિદ માને છે. બંને સમુદાયોને મંગળવાર અને વસંત પંચમીના હિન્દુ પક્ષને પૂજા કરવા તથા શુક્રવારે મુસ્લિમોને નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી છે. 

કુતુબ મીનાર કે વિષ્ણુ સ્તંભ
કુતુબમીનારને લઈને વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય ઘણા લોકોનું માનવુ છે કે આ પહેલા વિષ્ણુ સ્તંભ હતો. પરંતુ દિલ્હી સલ્તનત કાળમાં 27 મંદિરોને ધ્વસ્ત કર્યા બાદ પ્રાપ્ત સામગ્રીઓથી તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. વીએચપીની માંગ છે કે સરકાર કુતુબ મીનાર પરિસરમાં પ્રાચીન મંદિરોનું પુનર્નિમાણ કરે અને ત્યાં હિન્દુ અનુષ્ઠાનોની મંજૂરી આપે. 

મથુરા વિવાદ
અયોધ્યા, કાશી અને મથુરાના આ ત્રણ વિવાદ દેશમાં ચર્ચામાં રહ્યાં છે. મથુરાની ઈદગાહ મસ્જિદમાં આ સર્વે અને વીડિયોગ્રાફી કરાવવાની માંગ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આ ઈદગાહ શ્રી કૃષ્ણ જન્મભૂમિથી લાગેલી છે અને કહેવામાં આવે છે કે મથુરામાં શ્રીકૃષ્ણ મંદિરને ધ્વસ્ત કરાવી ઔરંગઝેબે તેના શાસનકાળમાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. 

અન્ય વિવાદ
અમદાવાદની જામા મસ્જિદ, જૌનપુરની અટાલા મસ્જિદ, અઝમેરના ઢાઈ દિનકી ઝુપડી વગેરેને લઈને વિવાદ છે. હિન્દુ પક્ષનું માનવું છે કે અહીં પહેલા મંદિર હતું જ્યારે વિદેશી હુમલાખોરોએ તોડ્યુ અને તેના સ્થાને મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news