Lok Sabha માં રજુ થયું Constitution Amendment Bill, પેગાસસ મુદ્દે સતત સરકારનો વિરોધ કરી રહેલા વિપક્ષી દળોનું આ મુદ્દે સમર્થન

લોકસભામાં કેન્દ્રીય મંત્રી ડો. વિરેન્દ્ર કુમારે 127મું સંવિધાન સંશોધન  બિલ રજુ કર્યું. 

Lok Sabha માં રજુ થયું Constitution Amendment Bill, પેગાસસ મુદ્દે સતત સરકારનો વિરોધ કરી રહેલા વિપક્ષી દળોનું આ મુદ્દે સમર્થન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સંવિધાન સંશોધન બિલ (Constitution Amendment Bill in Lok Sabha) રજુ  કર્યું. જેના દ્વારા રાજ્ય સરકારોને પોતાનું ઓબીસી લિસ્ટ બનાવવાનો હક મળશે. લોકસભામાં કેન્દ્રીય મંત્રી ડો. વિરેન્દ્ર કુમારે 127મું સંવિધાન સંશોધન  બિલ રજુ કર્યું. 

કોંગ્રેસ સહિત 15 વિપક્ષી દળોએ કર્યું સમર્થન
127માં સંવિધાન સંશોધન બિલ  (127th Constitution Amendment Bill) પર કોંગ્રેસ સહિત 15 વિપક્ષી દળોએ સમર્થન કર્યું. રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યું કે ઓબીસી સૂચિમાં નામ જોડવાનો અધિકાર રાજ્યોને આપવનારા બિલનું તમામ વિપક્ષી દળ સમર્થન કરશે. 

શું છે આ 127મું સંવિધાન સંશોધન બિલ
આ 127મું સંવિધાન સંશોધન બિલ છે. જેને આર્ટિકલ 342એ(3) હેઠળ લાગુ કરવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારોને એ અધિકાર મળશે કે તેઓ પોતાની રીતે ઓબીસી સમુદાયની યાદી તૈયાર કરી શકે. સંશોધન બિલ પાસ થયા બાદ રાજ્યોએ હવે આ માટે કેન્દ્ર પર નિર્ભર રહેવું પડશે નહીં. 

કેન્દ્ર સરકાર કેમ લાવી આ બિલ?
વાત જાણે એમ છે કે 5મી મેના રોજ મરાઠા અનામત મામલે ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઓબીસીની યાદી તૈયાર કરવાનો હક ફક્ત કેન્દ્ર સરકાર પાસે જ છે. અનામત જેા સંવેદનશીલ મુદ્દામાં કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. આથી તે સમયે કેન્દ્ર સરકારે તેના પર આપત્તિ જતાવી હતી. આથી સંવિધાન સંશોધન બિલ લાવીને કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને પણ ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર આપી રહી છે. 

આ બિલથી શું અસર થશે
આ બિલ કાયદા બનશે ત્યારબાદ રાજ્ય સરકારોને ઓબીસી યાદી તૈયાર કરવાનો હક મળી જશે. આ બિલ કાયદામાં ફેરવાઈ જવાનો એ રાજ્યોમાં પ્રભાવશાળી જાતિઓને ફાયદો થશે જ્યાં ઓબીસી અનામતમાં સામેલ થવાની માંગણી સતત થઈ રહી છે. જેમ કે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય અને હરિયાણામાં જાટ સમુદાય, ગુજરાતમાં પટેલ સમુદાય અને કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ઓબીસીમાં સામેલ થવાની તક મળી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news