કૃષિ કાયદાનો વિરોધ: કોરોનાકાળમાં રાહુલ ગાંધીની આજે પંજાબમાં ટ્રેક્ટર રેલી, દિગ્ગજ નેતાઓ પણ જોડાશે
Trending Photos
ચંડીગઢ: સંસદમાં પાસ થઈ ચૂકેલા કૃષિ કાયદા (agricultural law) ના વિરોધમાં કોંગ્રેસે બ્યુગલ ફૂંક્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) કૃષિ કાયદાના વિરોધમાં આજે પંજાબમાં ટ્રેક્ટર રેલી (Tractor rally) કરવાના છે.
મોગાથી શરૂ થશે રેલીની શરૂઆત
કોંગ્રેસ (Congress) ની ટ્રેક્ટર રેલીની શરૂઆત મોગાથી થશે. આ રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસે મોટા પાયે તૈયારીઓ શરૂ કરી છે. આ રેલીમાં લગભગ પાંચ હજાર ટ્રેક્ટર સામેલ થશે. આ સાથે જ કોંગ્રેસના મંત્રીઓ, વિધાયકો અને તમામ દિગ્ગજોને રેલીમાં હાજર રહેવાનું કહેવાયું છે. મોગાથી શરૂ થનારી આ રેલી હરિયાણાના રસ્તે દિલ્હીમાં જઈને સમાપ્ત થશે.
3 ઓક્ટોબરથી શરૂ થઈ છે રેલીઓ
પંજાબ કોંગ્રેસના પ્રવક્તાના જણાવ્યાં મુજબ રેલીઓ 3 ઓક્ટોબરથી શરૂ થઈ ગઈ છે. આ રેલીઓ 5 ઓક્ટોબર સુધી ચાલશે. આજે થનારી આ રેલીઓમાં સામેલ થવા માટે રાહુલ ગાંધી એક જનસભા માટે કારથી ભવાનીગઢ પહોંચશે. ત્યારબાદ તેઓ સમાના, પટિયાલા માટે ટ્રેક્ટર પર સવાર થશે. પાંચ ઓક્ટોબરના રોજ ધુદન સાધન (પટિયાલા)થી રેલી એક જનસભા સાથે શરૂ થશે અને પિહોવા બોર્ડર સુધી ટ્રેક્ટરથી 10 કિલોમીટરનું અંતર કાપશે. જ્યાંથી રાહુલ ગાંધી હરિયાણામાં પ્રવેશ કરશે.
રેલીને સફળ બનાવવા માટે તાકાત ઝોંકી
રેલીને સફળ બનાવવા માટે કોંગ્રેસ અને પંજાબનું આખું પ્રશાસન મેદાનમાં ઉતર્યું છે. સુરક્ષા માટે પ્રદેશભરમાં 10 હજાર પોલીસ જવાનો તૈયાત કરાયા છે. ડીજીપી દિનકર ગુપ્તા પોતે ટ્રેક્ટર રેલીની સમીક્ષા માટે મોગાની બધનીકળા પહોંચ્યા. તેમની સાથે લગભગ 15 જિલ્લાના એસએસપી સહિત મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે