કપિલ સિબ્બલનો ડબલ રોલ, પહેલા અનિલ અંબાણીનો કર્યો ખુબ વિરોધ, હવે કોર્ટમાં લડી રહ્યાં છે કેસ

રાફેલમાં કથિત કૌભાંડને લઈને એક બાજુ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનિલ અંબાણી પર રોજે રોજ પ્રહારો કર્યા કરે છે ત્યાં બીજી બાજુ અંબાણી તરફથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં તેમનો કેસ લડી રહ્યાં છે. ભાજપે તેનો મુદ્દો બનાવીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપે મંગળવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના અનિલ અંબાણી સમૂહ સાથે ગાઢ સંબધ છે અને વિપક્ષી પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અનેક કેસોમાં ઉદ્યોગપતિના સમૂહનો 'પક્ષ લે' છે જે પાર્ટીનો પર્દાફાશ કરે છે. 

કપિલ સિબ્બલનો ડબલ રોલ, પહેલા અનિલ અંબાણીનો કર્યો ખુબ વિરોધ, હવે કોર્ટમાં લડી રહ્યાં છે કેસ

નવી દિલ્હી: રાફેલમાં કથિત કૌભાંડને લઈને એક બાજુ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનિલ અંબાણી પર રોજે રોજ પ્રહારો કર્યા કરે છે ત્યાં બીજી બાજુ અંબાણી તરફથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટમાં તેમનો કેસ લડી રહ્યાં છે. ભાજપે તેનો મુદ્દો બનાવીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. ભાજપે મંગળવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના અનિલ અંબાણી સમૂહ સાથે ગાઢ સંબધ છે અને વિપક્ષી પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ અનેક કેસોમાં ઉદ્યોગપતિના સમૂહનો 'પક્ષ લે' છે જે પાર્ટીનો પર્દાફાશ કરે છે. અત્રે જણાવવાનું કે કપિલ સિબ્બલ મંગળવારે એક સુનાવણી દરમિયાન રિલાયન્સ તરફથી હાજર થયા હતાં જેને લઈને હવે ભાજપે આકરા પ્રહારો કર્યા છે. 

આ સુનાવણી એરિક્સન ઈન્ડિયા દ્વારા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણી તથા અન્ય એક વિરુદ્ધ દાખલ થયેલી અવગણના સંબંધિત હતી. એરિક્સન ઈન્ડિયાએ આ કેસ 550 કરોડ રૂપિયાની બાકી રકમની ચૂકવણી ન થવાને લઈને દાખલ કર્યો છે. હકીકતમાં કોંગ્રેસ રાફેલ મુદ્દે સરકારને સતત ઘેરી રહી છે. તેમનો આરોપ છે કે રાફેલ ડીલથી અનિલ અંબાણીને ફાયદો થયો. કપિલ સિબ્બલે ટ્વિટ કરીને મંગળવારે સવારે પહેલા તો આ મામલે અનિલ અંબાણીને ઘેર્યા અને ત્યારબાદ તે જ દિવસે એરિક્સન મામલે અંબાણી તરફથી કોર્ટમાં પક્ષ રજુ કરવા હાજર થયાં હતાં. 

ભાજપના પ્રવક્તા જી વી એલ નરસિમ્હા રાવે સિબ્બલ દ્વારા અંબાણીની આલોચના કરવા અને કોર્ટમાં રિલાયન્સ તરફથી હાજર થવાને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ દુષ્પ્રચારમાં મસ્ત છે. કારણ કે કંપની (અનિલ અંબાણી સમૂહ) જેમના પર તેમના આરોપ છે કે અહીં (રાફેલ ડીલ) તેમને લાભ થયો, તેને આ સરકારમાં કોઈ લાભ નથી થયો પરંતુ કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે લાભ થયો હતો. જો કે આ આરોપો અંગે કપિલ સિબ્બલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 

સુપ્રીમ કોર્ટે મંગળવારે રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડના ચેરમેન અનિલ ધીરુભાઈ અંબાણી અને અન્યને અવગણના નોટિસ જારી થયેલી તેના પર સુનાવણી બુધવાર પર ટાળી. કોર્ટે એરિક્સન ઈન્ડિયાની એ અરજી પર આ નોટિસ જારી કરી હતી જેમાં તેમના પર 550 કરોડ રૂપિયાની બાકી રકમની ચૂકવણી નહીં કરવાનો આરોપ છે. જજ આર એફ નરીમન અને ન્યામૂર્તિ વીનિત સરનની પેનલ સમક્ષ અંબાણી, રિલાયન્સ ટેલીકોમના ચેરમેન, સતીષ સેઠ અને રિલાયન્સ ઈન્ફ્રાટેલ લિમિટેડના ચેરપર્સન છાયા વિરાણી હાજર થયા હતાં. આ તમામને કોર્ટની અવગણનાની નોટિસ પાઠવવામાં આવી હતી. 

કોંગ્રેસ-ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ
આ બધા વચ્ચે રાફેલ મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. મંગળવારે તો આ શાબ્દિક યુદ્ધનું સ્તર ખુબ નીચે જતું રહ્યું. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર દેશદ્રોહ અને અનિલ અંબાણીના વચેટિયા તરીકે કામ કરવાનો આરોપ પણ લગાવી દીધો. જેના પર પલટવાર કરતા સત્તાધારી પક્ષે દાવો કર્યો કે રાહુલે વિદેશી કંપનીઓ માટે 'લોબીસ્ટ' તરીકે કામ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news