PM મોદી પર ટ્રમ્પે કરેલી ટિપ્પણી અસ્વીકાર્ય, ભારતને ઉપદેશ આપવાની જરૂર નથી: કોંગ્રેસ
અફઘાનિસ્તાનમાં એક પુસ્તકાલયના ફંડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરાયેલા કટાક્ષને લઈને ગુરુવારે કોંગ્રેસે ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં વિકાસ કાર્યોના સંદર્ભમાં ભારતને અમેરિકાના ઉપદેશની જરૂર નથી.
Trending Photos
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં એક પુસ્તકાલયના ફંડિંગને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરાયેલા કટાક્ષને લઈને ગુરુવારે કોંગ્રેસે ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં વિકાસ કાર્યોના સંદર્ભમાં ભારતને અમેરિકાના ઉપદેશની જરૂર નથી.
પાર્ટીએ એમ પણ કહ્યું કે ટ્રમ્પની ટિપ્પણી અસ્વીકાર્ય છે અને આશા છે કે ભારત સરકાર તેનો આકરો જવાબ આપશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે પ્રિય ટ્રમ્પ ભારતના વડાપ્રધાનની મજાક કરવાનું બંધ કરો. અફઘાનિસ્તાન પર ભારતને અમેરિકાના ઉપદેશની જરૂર નથી.
તેમણે કહ્યું કે મનમોહન સિંહ વડાપ્રધાન હતાં ત્યારે ભારતે અફઘાનિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ઈમારત બનાવવામાં મદદ કરી. માનવીય જરૂરિયાતોને લઈને રણનીતિક આર્થિક ભાગીદારી સુધી, અમે અફઘાન ભાઈઓ અને બહેનોની સાથે છીએ.
અમેરિકી રાષ્ટ્રપતિની ટિપ્પણી યોગ્ય નથી, તે અસ્વીકાર્ય
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે કહ્યું કે ભારતના વડાપ્રધાન અંગે અમેરિકી રાષ્ટ્રપતિની ટિપ્પણી યોગ્ય નથી. તે અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે અમે આશા કરીએ છીએ કે સરકાર કડક જવાબ આપશે અને અમેરિકાને જણાવશે કે ભારતે અફઘાનિસ્તાનમાં મોટા પાયે રસ્તાઓ અને બંધ બાંધ્યા છે તથા 3 અબજ ડોલરની મદદ માટે પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.
વાત જાણે એમ છે કે અફઘાનિસ્તાનમાં એક પુસ્તકાલયના ફંડિંગ કરવા બદલ ટ્રમ્પે વડાપ્રધાન મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે યુદ્ધથી પ્રભાવિત દેશમાં તેનો કોઈ અર્થ નથી. આ સાથે જ તેમણે તે દેશની સુરક્ષા માટે પર્યાપ્ત કામ નહીં કરવાને લઈને ભારત તથા અન્ય દેશોની ટીકા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે