કોંગ્રેસ પાર્ટી 10 લાખ યુવાઓને હિન્દુસ્તાનની પંચાયતોમાં આપશે રોજગાર: રાહુલ ગાંધી 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વાયદા પર ખરા નથી ઉતર્યાનો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ખોટું બોલે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બપોરે ધૌલપુરના સૈપઉમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. 
કોંગ્રેસ પાર્ટી 10 લાખ યુવાઓને હિન્દુસ્તાનની પંચાયતોમાં આપશે રોજગાર: રાહુલ ગાંધી 

ધૌલપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વાયદા પર ખરા નથી ઉતર્યાનો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ખોટું બોલે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બપોરે ધૌલપુરના સૈપઉમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. 

તેમણે કહ્યું કે, 'કેન્દ્રની સત્તામાં આવતા જ કોંગ્રેસ ન્યાય યોજના હેઠળ પાંચ કરોડ મહિલાઓના ખાતામાં 3.60 લાખ રૂપિયા જમા કરાવશે. 22 લાખ યુવાઓને સરકારી નોકરી મળશે. દસ લાખ યુવાઓે પંચાયતમાં રોજગારી આપશે. તથા દેશનો કોઈ પણ ખેડૂત દેવું ન ચુકવી શકવાની સ્થિતિમાં જેલમાં મોકલાશે નહીં. '

રાહુલે કહ્યું કે, 'નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ત્યાં ખોટું બોલે છે. ખેડૂતોને યોગ્ય ભાવ આપીશ, બે કરોડ યુવાઓને રોજગારી આપીશ. 15 લાખ રૂપિયા બેંક ખાતામાં નખાવીશ. હું અહીં તમને ખોટું બોલવા આવ્યો નથી. હું તમને સીધે સીધુ કહું છું કે 15 લાખ રૂપિયા આપી શકાય નહીં. 3,60,000 રૂપિયા બેંક એકાઉન્ટમાં આવશે, એ મારી ગેરંટી છે. પાંચ કરોડ બેંક ખાતામાં જશે.' 

તેમણે કહ્યું કે હું, 'તમને એમ નહીં કહું કે બે કરોડ યુવાઓને રોજગારી આપીશ. હું કહીશ કે ન્યાય યોજના હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા માટે મહત્વની હશે. એક વર્ષમાં 22 લાખ યુવાઓને રોજગારી અપાશે. દસ લાખ યુવાઓને પંચાયતોમાં રોજગારી અપાશે. હું તમને આમ કહીશ.' 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે, 'હું તમને એમ પણ કહીશ કે રાજસ્થાનની સરકાર, હિન્દુસ્તાનની સરકાર, તમારું શિક્ષણ, તમારા સ્વાસ્થ્ય, સરકારી હોસ્પિટલ બનાવવા, સરકારી કોલેજ યુનિવર્સિટી બનાવવામાં તમારા પૈસા નાખશે.' 

રાહુલે કહ્યું કે,  22 લાખ સરકારી નોકરીઓ કોંગ્રેસ પાર્ટી તમને આપશે. હું બે કરોડ નહીં કહું. 22 લાખની સચ્ચાઈ બોલીશ. દસ લાખ પંચાયતોમાં યુવાઓને રોજગારી આપી શકાય છે. આ કામ થઈ શકે છે. અમે તમને કહ્યું હતું કે દસ દિવસમાં કરજમાફી થશે અને અશોક ગહેલોત, કમલનાથ, ભૂપેશ બધેલે બે દિવસમાં કરજમાફી કરાવી. કાર્યવાહી શરી કરી દીધી. તેમણે ઐતિહાસિક કામ કર્યું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news