Puducherry Political Crisis : કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામુ, કાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

નારાયણસામીના નેતૃત્વવાળી સરકાર ખતરામાં છે. તો પુડુચેરી વિધઠાનસભાના સચિવ આર મૌનીસામીએ જણાવ્યુ કે, 22 ફેબ્રુઆરીથી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 Puducherry Political Crisis : કોંગ્રેસના વધુ એક ધારાસભ્યનું રાજીનામુ, કાલે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ

પુડુચેરીઃ કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં કોંગ્રેસની સરકાર ખતરામાં આવી ગઈ છે. પ્રદેશમાં ચાલતા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામુ આપી દીધુ છે. સમાચાર એજન્સી એજન્સી એએનઆઈ પ્રમાણે ધારાસભ્ય કે. લક્ષ્મીનારાયણ (K Lakshminarayanan) એ પુડુચેરી વિધાનસભાના અધ્યક્ષ (Puducherry Assembly Speaker) વીવી શિવકોઝુંડુ  (VP Sivakozhundu) ને પોતાના રાજીનામાનો પત્ર સોંપી દીધો છે. 

આ પહેલા ચાર ધારાસભ્ય રાજીનામુ આપી ચુક્યા છે, ત્યારબાદ નારાયણસામીના નેતૃત્વવાળી સરકાર ખતરામાં છે. તો પુડુચેરી વિધઠાનસભાના સચિવ આર મૌનીસામીએ જણાવ્યુ કે, 22 ફેબ્રુઆરીથી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પુડુચેરીના ઉપરાજ્યપાલ ટી. સુંદરરાજન (Tamilisai Soundararajan) એ પાછલા દિવસોમાં 23 ફેબ્રુઆરીએ વિધાનસભામાં શક્તિ પરીક્ષણ એટલે કે ફ્લોર ટેસ્ટ આયોજીત કરવાનો આદેશ આપ્યો હતો. 

— ANI (@ANI) February 21, 2021

ઉપરાજ્યપાલનું (Tamilisai Soundararajan) કહેવું છે કે એક સભ્ય ગેરલાયક અને વિધાનસભાના ચાર સભ્યોના રાજીનામા બાદ સત્તાધારી પાર્ટીની વિધાનસભામાં તાકાત ઘટી ગઈ છે. ધારાસભ્ય કે. લક્ષ્મીનારાયણના રાજીનામા બાદ મુખ્યમંત્રી વી. નારાયણસામી (V Narayanasamy) ના નેતૃત્લવમાં કોંગ્રેસ ગઠબંધનના હવે 13 ધારાસભ્યો છે. તો એન. રંગાસામીના નેતૃત્વ વાળા વિપક્ષની પાસે 14 ધારાસભ્ય છે. 

આ કારણ છે કે પુડુચેરીમાં ફ્લોર ટેસ્ટ જરૂરી થઈ ગયો છે. પુડુચેરીમાં વિપક્ષ નેતા એન. રંગાસામીએ ઉપરાજ્યપાલને મળીને વિધાનસભામાં પક્ષની સ્થિતિની માહિતી આપી હતી. ત્યારબાદ ઉપરાજ્યપાલે ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા છે. એન. રંગાસામીનું કહેવુ છે કે હાલની સરકાર અલ્પમતમાં આવી ગઈ છે અને તેણે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. 

વિપક્ષનું કહેવું છે કે હાલ સરકારે વિધાનસભાના પટલ પર બહુમત સાબિત કરવાની જરૂર છે. પુડુચેરીના ઉપરાજ્યપાલે આદેશમાં કહ્યું કે, 22 ફેબ્રુઆરીએ વિધાનસભા માટે સત્ર માટે એકમાત્ર એજન્ડા તે હશે કે મુખ્યમંત્રી સાબિત કહે કે તેમને ગૃહનો વિશ્વાસમત હાસિલ છે. જારી આદેશ પ્રમાણે સત્રની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news