કોંગ્રેસનો આરોપ- બદલાની ભાવનાથી પી ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી

આઈએનએક્સ મીડિયા સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓમાં આરોપી પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમની બુધવારે મોડી રાતે સીબીઆઈએ ધરપકડ કરી. પી. ચિદમ્બરમની ધરપકડ બાદ આજે કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં લોકતંત્રની હત્યા થઈ છે. 
કોંગ્રેસનો આરોપ- બદલાની ભાવનાથી પી ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી

નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના મામલાઓમાં આરોપી પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમની બુધવારે મોડી રાતે સીબીઆઈએ ધરપકડ કરી. પી. ચિદમ્બરમની ધરપકડ બાદ આજે કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા બે દિવસમાં લોકતંત્રની હત્યા થઈ છે. 

રાજનીતિક દ્વેષથી થઈ રહ્યું છે કામ-સુરજેવાલા
સુરજેવાલાએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં દેશના લોકતંત્રનું ગળું ઘોટાઈ જતા જોવા મળ્યું છે. જે રીતે પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે મોદી સરકાર તેમના વિરુદ્ધ રાજનીતિક દ્વેષથી કામ કરી રહી છે. સુરજેવાલાએ કહ્યું કે કાયદાના લીરેલીરા ઉડી રહ્યાં છે. એક  બાજુ દેશની અર્થવ્યવસ્થા ખાડે જઈ રહી છે, એ જ કારણ છે કે મોદી સરકાર લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. 

 कांग्रेस का आरोप- पी चिदंबरम के खिलाफ बदले की भावना से कार्रवाई की गई

ઈડી અને સીબીઆઈનો દુરઉપયોગ
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કેન્દ્રની સત્તાધારી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે તેઓ સીબીઆઈ અને ઈડીનો દુરઉપયોગ કરી રહ્યાં છે. 

જુઓ LIVE TV

કોંગ્રેસની આ પ્રેસ કોન્ફરન્સ પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત થઈ. અત્રે જણાવવાનું કે કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણા મંત્રી પી ચિદમ્બરમની  બુધવારે ધરપકડ કરાઈ. ચિદમ્બરમને આખી રાત સીબીઆઈ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યાં. અહીં તેમની મેડિકલ તપાસ પણ થઈ. બુધવારે ધરપકડ કરાયા બાદ આજે સીબીઆઈની ટીમ ચિદમ્બરમને કોર્ટમાં રજુ કરવાની છે. આ પેશીમાં સીબીઆઈ ચિદમ્બરમના 14 દિવસના રિમાન્ડ પણ માંગી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news