સર્બિયામાં પાકિસ્તાને ઉઠાવ્યો જમ્મુ કાશ્મીરનો મુદ્દો, ભડકેલા થરૂરે ઝાટકણી કાઢી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર એશિયન પાર્લામેન્ટ્રી એસેમ્બલીની બેઠકમાં કાશ્મીરનો ઉલ્લેખ કરવા મુદ્દે પાકિસ્તાન પર ભડકી ગયા
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર એશિયન પાર્લામેન્ટ્રી એસેમ્બલી (APA) ની બેઠકમાં કાશ્મીરનો ઉલ્લેખ થતા ભડકી ગયા હતા. એશિયન પાર્લામેન્ટ્રી એસેમ્બલીનું આયોજન સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં કરવામાં આવ્યું હતું. બેઠકમાં પાકિસ્તાને કહ્યું કે, તેઓ જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતીને ધ્યાને રાખીને આ બેઠકનું આયોજન પોતાને ત્યાં કરાવી શકે તેમ નથી. શશિ થરૂરે પાકિસ્તાનનાં આ વલણની ઝાટકણી કાઢી અને કહ્યું કે, તેઓ ભારતના આંતરિક મુદ્દાનો હવાલો ટાંકીને આ મંચના રાજનીતિકરણના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ઇંસ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ સાથે PM મોદી બન્યા વર્લ્ડ નં.1 નેતા
પાકિસ્તાનની ઝાટકણી કાઢી
બેલગ્રેડમાં 13થી 17 ઓક્ટોબર સુધી ઇન્ટર પાર્લામેન્ટ્રી યૂનિયનટની (IPU) વાર્ષીક બેઠક ચાલી રહી છે જે ઉપરાંત એપીએની બેઠક યોજાઇ. સમાચાર એજન્સી પીટીઆના સુત્રોએ હવાલાથી જણાવ્યું કે, પાકિસ્તાની સંસદના ઉપરી સદન સેનેટનાં ચેરમેને એકપત્ર દ્વારા આ ફોરમને જણાવ્યું કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની હાલની સ્થિતીના કારણે ડિસેમ્બર 2019માં પૂર્વનિર્ધારિત બેઠકનું આયોજન નહી કરી શખે. શશિ થરુરે પોતાના સંબોધનમાં પાકિસ્તાનનાં આ પત્રની આકરી નિંદા કરી.
ડુંગળી બાદ હવે લસણે બગાડ્યો ભોજનનો સ્વાદ, કિંમત જાણી કહેશો અરે બાપરે !
પૂર્વ વિદેશ રાજ્યમંત્રી શશિ થરૂરે પાકિસ્તાની સેનેટનાં ચેરમેન પર નિશાન સાધ્યું. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, તેમણે (પાકિસ્તાન) ભારતના આંતરિક મુદ્દાનો હવાલો ટાંકતા એપીએને બિન જરૂરી રાજનીતિકરણ માટે આપ્યું. શશિ થરૂરે કહ્યું કે, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનું અભિન્ન અંગે છે. જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની સ્થિતી નથી જેનાથી તેમના દેશ (પાકિસ્તાન)માં ક્યાંય પણ સામાન્ય જનજીવન અથવા કામકાજની સ્થિતી પર કોઇ ફરક પડે. માત્ર સ્થિતીઓ બદલે છે તો માત્ર ઇસ્લામાબાદમાં.
લોકોનાં હૃદયમાં 370 મુદ્દે જે આશંકા હતી તે PM મોદીએ ઉખાડી ફેંકી: શાહ
આંતરિક મુદ્દાની સીમા પર કોઇ જ અસર નહી
શશિ થરૂરે કહ્યું કે, ભારતના આંતરિક મુદ્દાની અસર સીમા પર નથી થતી અને ન તો અમારા પાડોશીઓને અમે છેડીએ છીએ. તેમણે કહ્યું કે, આ સ્થિતીમાં તેઓ (પાકિસ્તાની સેનેટના ચેરમેન) આશા કરે છે કે આ પ્રતિષ્ઠિત સભા ડિસેમ્બર 2019માં પોતાની બેઠક આયોજીત કરવાની પાકિસ્તાનની અક્ષમતા અથવા અનિચ્છા પાછળ તેની બહાનેબાજીને સ્વિકાર કરી લે. આ દુર્ભાગ્યપુર્ણ અને વિચિત્ર છે.
ચંદ્ર પર રોકેટ મોકલવાથી દેશના યુવાનોનું પેટ નહી ભરાય : મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા ના નેતૃત્વમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળ ઇન્ટર પાર્લામેન્ટ્રી યૂનિયનની 141મી એસેમ્બલીમાં હિસ્સો લેવા સર્બિયાની રાજધાની બેલગ્રેડમાં છે. ભારતીય પ્રતિનિધિમંડળમાં તમામ પાર્ટીઓના સાંસદનો સમાવેશ થાય છે. જેમાં શશિ થરૂર, કનિમોઝી, કરુણાનિધી, વાનસુક સ્યામ, રામ કુમાર વર્મા અને સસ્મિત પાત્રા જેવા જન પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે