પ્રિયંકાના બંગલામાં ઘૂસી જનારી કાર શારદા ત્યાગીની હતી, જાણો કોંગ્રેસના આ મહિલા નેતા વિશે

કોંગ્રેસના મહિલા નેતા શારદા ત્યાગી (Sharda Tyagi) ના પુત્ર ચંદ્ર શેખર એમએલસી (MLC)ની ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને તેમના સમર્થન માટે પ્રિયંકાને મળવાનો સમય લેવાનો હતો.

પ્રિયંકાના બંગલામાં ઘૂસી જનારી કાર શારદા ત્યાગીની હતી, જાણો કોંગ્રેસના આ મહિલા નેતા વિશે

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) ના મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ને મળવા માટે પાંચ લોકો પોતાની કાર સાથે તેમના ઘરના કમ્પાઉન્ડમાં પહોંચી ગયા હતાં, જેને સુરક્ષામાં મોટી ચૂંક ગણવામાં આવી રહી છે. ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) પણ આ ઘટનાની તપાસનું વચન આપ્યું છે. આ મામલે ત્રણ લોકોને સસ્પેન્ડ પણ કરાયા છે. જો કે પ્રિયંકાના ઘરમાં આ રીતે ઘૂસી જનારી કાર કોંગ્રેસના જ મહિલા નેતાની નીકળી. 

કોંગ્રેસના મહિલા નેતા શારદા ત્યાગી (Sharda Tyagi) ના પુત્ર ચંદ્ર શેખર એમએલસી (MLC)ની ચૂંટણી લડી રહ્યા છે. જેને લઈને તેમના સમર્થન માટે પ્રિયંકાને મળવાનો સમય લેવાનો હતો. 25 નવેમ્બરના રોજ  બપોરે લગભગ 3 વાગે કોંગ્રેસ નેતા શારદા ત્યાગી પોતાની પુત્રીને દિલ્હી એમ્સ લઈ જવા નીકળ્યા હતાં. આ દરમિયાન તેઓ પ્રિયંકા ગાંધીને મળવાનો સમય લેવાના હેતુથી તેમના બંગલે જઈ પહોંચ્યા. શારદા સાથે તેમની પુત્રી, પૌત્ર, પુત્રીનો છોકરો અને ડ્રાઈવર હતાં. પરંતુ જેવી ગાડી પ્રિયંકા ગાંધીના બંગલાના દરવાજે પહોંચી કે સુરક્ષા ગાર્ડે ગેટ ખોલી નાખ્યો. કારમાં સવાર લોકો પણ સ્તબ્ધ થઈ ગયાં હતાં અને પાછળ જોવા લાગ્યા હતાં કે ક્યાંક ગેટ કોઈ બીજી ગાડી માટે તો નથી ખોલાયો ને? પરંતુ પાછળ તો કોઈ ગાડી નહતી તો તેમણે પોતાની ટાટા સફારી ગાડી સીધી અંદર ઘૂસાડી દીધી. 

કોંગ્રેસના મહિલા નેતાએ જણાવ્યું કે તે સમયે પ્રિયંકા ગાંધી ઘરમાં જ હાજર હતાં. શારદા ત્યાગીએ પ્રિયંકા ગાંધીને પોતાનું નામ જણાવ્યું અને મળવાનો સમય માંગ્યો તો પ્રિયંકા ગાંધી તેમને પોતાના અંગત સચિવ સંદીપને ફોન કરીને ટાઈમ લેવાનું કહ્યું હતું. આ બધા વચ્ચે કોંગ્રેસના મહિલા નેતાના બાળકોએ પ્રિયંકા ગાંધી સાથે સેલ્ફી પણ લીધી, ત્યારબાદ પાંચેય જણા પાછા ફરી ગયા હતાં. 

જુઓ LIVE TV

શારદા ત્યાગી અનેકવાર કોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધીને પણ મળી ચૂક્યા છે. તેઓ પોતે પણ આ મુલાકાતને ગાંધી પરિવારની સુરક્ષામાં મોટી ચૂંક ગણે છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિવાસ સ્થાને સુરક્ષા થયેલી આટલી મોટી ચૂંક બાદ તેમના પતિ રોબર્ટ વાડ્રાએ આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર તેને દેશમાં મહિલાઓની સુરક્ષાની ઘટનાઓ સાથે જોડી છે. વાડ્રાએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં લખ્યું કે, "આ પ્રિયંકા, મારી પુત્રી, અને મારા પુત્ર કે હું કે ગાંધી પરિવારની સુરક્ષા અંગે નથી... આ આપણા નાગરિકો ખાસ કરીને આપણા દશની મહિલાઓને સુરક્ષિત રાખવાના અને તેમને સુરક્ષિત મહેસૂસ કરાવવા સાથે જોડાયેલો છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news