રાહુલ ગાંધીની નીકટ ગણાતા પિત્રોડાએ બાલાકોટ એર સ્ટ્રાઈક પર ઉઠાવ્યાં સવાલ, આપ્યું વિવાદિત નિવેદન
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નીકટના ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે જો તેમણે (ભારતીય વાયુસેના) 300 આતંકીઓ માર્યા છે તો ઠીક છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે તમે મને તેના વધુ તથ્યો ઉપલબ્ધ કરાવી શકો છો અને તેને સ્પષ્ટ કરી શકો છો. તેમણે પાકિસ્તાન સાથે વાતચીતનું પણ સમર્થન કર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નીકટના ગણાતા અને ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે જો તેમણે (ભારતીય વાયુસેના) 300 આતંકીઓ માર્યા છે તો ઠીક છે. હું બસ એટલું કહેવા માંગુ છું કે તમે મને તેના વધુ તથ્યો ઉપલબ્ધ કરાવી શકો છો અને તેને સ્પષ્ટ કરી શકો છો. તેમણે પાકિસ્તાન સાથે વાતચીતનું પણ સમર્થન કર્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈમાં પ્રકાશિત સમાચાર મુજબ કોંગ્રેસ નેતા સામ પિત્રોડાએ પાકિસ્તાનના બાલાકોટમાં 26 ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર કરાયેલી એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયાની પણ એર સ્ટ્રાઈકને લઈને બીજી જ રજૂઆત છે. ભારતના લોકોને ભારતીય વાયુસેના તરફથી કરાયેલી આ કાર્યવાહીના તથ્ય જાણવાનો અધિકાર છે.
#WATCH Sam Pitroda, Congress on #NiravModi, says, "All I say is, event based politics doesn't make sense. Nirav Modi is an event. I am talking more about the holistic approach, which is embedded inclusion, which is embedded in what kind of a nation we want to build." pic.twitter.com/aF1lAFbxK3
— ANI (@ANI) March 22, 2019
સામ પિત્રોડાએ કહ્યું કે હું આ અંગે હજુ વધુ જાણવા માંગુ છું. કારણ કે મેં ન્યૂયોર્ક ટાઈમ્સ સહિતના અન્ય અખબારોમાં કેટલાક રિપોર્ટ્સ વાંચ્યા છે. શું આપણે સાચે જ હુમલો કર્યો? શું આપણે સાચે જ 300 આતંકીઓને માર્યા? એ હું જાણતો નથી. કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું કે એક નાગરિક હોવાના નાતે મને એ જાણવાનો હક છે અને જો હું તેના અંગે પૂછી રહ્યો છું તો તેનો અર્થ એ નથી કે હું રાષ્ટ્રવાદી નથી. તેનો અર્થ એ નથી કે હું આ તરફ છું કે પેલી તરફ.
સામ પિત્રોડા લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીમાં પણ સામેલ છે. તેમણે પાકિસ્તાન સાથે સંવાદની માગણી કરી છે. તેમનું કહેવું છે કે હું ગાંધીવાદી છું. હું અધિક ક્ષમા આપવામાં અને સન્માનમાં વિશ્વાસ ધરાવું છું. હું અંગત રીતે વધુ સંવાદમાં વિશ્વાસ રાખું છું. મારું માનવું છે કે આપણે બધાની સાથે સંવાદ કરવો જોઈએ. ફક્ત પાકિસ્તાન જ કેમ? આપણે સમગ્ર દુનિયા સાથે સંવાદ કરી રહ્યાં છીએ.
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ જોવા માટે જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે