Chhattisgarh Election 2023: છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપના 'ગુજરાત ફોર્મ્યૂલા'ને અનુસરી રહી છે કે શું? 

Chhattisgarh Congress Candidates List: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે. ઉમેદવારોની પસંદગી હોય કે પછી ચૂંટણી રણનીતિ, કોંગ્રેસનું દરેક પગલું ચોંકાવનારું છે. છત્તીસગઢની વાત કરીએ તો કોંગ્રેસના તેવર દર વખતની સરખામણીમાં બિલકુલ અલગ જોવા મળી રહ્યા છે.

Chhattisgarh Election 2023: છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપના 'ગુજરાત ફોર્મ્યૂલા'ને અનુસરી રહી છે કે શું? 

Chhattisgarh Congress Candidates List: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે કોંગ્રેસે પૂરેપૂરી તાકાત ઝોંકી દીધી છે. ઉમેદવારોની પસંદગી હોય કે પછી ચૂંટણી રણનીતિ, કોંગ્રેસનું દરેક પગલું ચોંકાવનારું છે. છત્તીસગઢની વાત કરીએ તો કોંગ્રેસના તેવર દર વખતની સરખામણીમાં બિલકુલ અલગ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસની સ્ટ્રેટેજી બદલાયેલી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ  રાજ્યમાં ભાજપના ગુજરાત ફોર્મ્યૂલા પર ચૂંટણીની શતરંજ બિછાવી રહી છે. 

જે રીતે ભાજપે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં નવા લોકોને તક આપી હતી, કોંગ્રેસ પણ તે રીતે છત્તીસગઢમાં નવા ચહેરાને તક આપી રહી છે. ભાજપે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં 45 નવા ચહેરા મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપનો આ ફોર્મ્યૂલો કારગર પણ નીવડ્યો હતો અને પાર્ટીને જીત મળી હતી. 

આજે બુધવારે કોંગ્રેસે જ્યારે ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી તો સ્પષ્ટ થઈ ગયું કે કોંગ્રેસ જૂની રીતો પડતી મૂકીને નવી રણનીતિ પર કામ કરી રહી છે. કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદીમાં 53 ઉમેદવારોના નામની જાહેરાત કરી. જેમાં ધ્યાન આપવા જેવી વાત એ છે કે કોંગ્રેસે પોતાના 10 વિધાયકોને બાજુ પર મૂકીને તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપી છે. જ્યારે પહેલી યાદીમાં કોંગ્રેસે 30 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જેમાં 8 સિટિંગ વિધાયકોના નામ નહતા. ભાજપે પણ આવી જ રણનીતિ ગુજરાતમાં અપનાવી હતી. જો કે ચૂંટણીના પરિણામ જ નક્કી કરશે કે કોંગ્રેસનો આ ફોર્મ્યૂલો છત્તીસગઢમાં ભૂપેશ બઘેલની નૈયા પાર કરશે કે નહીં. 

કોંગ્રેસે આ ઉમેદવારો પર લગાવ્યો દાવ
ભરતપુર સોનહત- ગુલાબસિંહ કમરો
મનેન્દ્રગઢ- રમેશ સિંહ
પ્રેમનગર- ખેલસાય સિંહ
ભટગાંવ- પારસનાથ રાજવાડે
પ્રતાપપુર- રાજકુમારી મરાવી
રામાનુંજગંજ- અજય તિર્કી
સામરી- વિજય પૈકરા
લુંડ્રા- પ્રીતમરામ
જશપુર- વિજયકુમાર ભગત
કુનકુરી- યુડી મિંજ
પથ્થલગાંવ- રામપુકાર સિંહ
લૈલૂંગા- વિદ્યાવતી સિદાર
રાયગઢ- પ્રકાશ નાયક
સારંગગઢ- ઉત્તરી  જાંગડે
ધરમજયગઢ- લાલજીત રાઠિયા
રામપુર- ફૂલસિંહ રાઠિયા
કટઘોરા- પુરુષોત્તમ કંવર
પાલી તાનાખાર- તુલેશ્વરી સિદાર
મરવાહી- કેકે ધ્રુવ
કોટા- અટલ શ્રીવાસ્તવ
લોરમી- થાનેશ્વર સાહૂ
મુંગેલી- સંજીવ બેનર્જી
તખતપુર- રશ્મિ સિંહ
બિલ્હા- સિયારામ કૌશિક
બિલાસપુર- શૈલેશ પાંડે
બેલતરા- વિજય કેશરવાની
મસ્તૂરી- દિલીપ લહરીયા
અકલતરા- રાઘવેન્દ્ર સિંહ
જાંજગીર- ચાંપા વ્યાસ કશ્યપ
ચંદ્રપુર- રામકુમાર યાદવ
જૈજૈપુર- બાલેશ્વર સાહૂ
પામગઢ- શેષરાજ હરબંસ
બસના- દેવેન્દ્ર બહાદુર સિંહ
ખલ્લારી- દ્વારકાધીશ યાદવ
બિલાઈગઢ- કવિતા પ્રાણ લહર
બલૌદાબાજાર- શૈલેષ નિતિન ત્રિવેદી
ભાટાપારા- ઈંદરકુમાર સાવ
ધરસીંવા- છાયા વર્મા
રાયપુર ગ્રામીણ- પંકજ શર્મા
રાયપુર પશ્ચિમ- વિકાસ ઉપાધ્યાય
રાયપુર દક્ષિણ- મહંતરામ સુંદરદાસ
અભનપુર- ધનેન્દ્ર સાહૂ
રાજિમ-અમિતેશ શુક્લા
બિન્દ્રા નવાગઢ- જનકલાલ ધ્રુવ
કુરુદ- તારિણી ચંદ્રાકર
સંજારી- બાલોદ સંગીતા સિન્હા
ગુંડરદેહી- કુંવર સિંહ નિષાદ
દુર્ગ શહેર- અરુણ વોર
ભિલાઈ નગર- દેવેન્દ્ર યાદવ
વૈશાલી નગર- મુકેશ ચંદ્રાકર
અહિવારા- નિર્મલ કોસરે
બેમેતરા- આશીષ છાવડા
જગદલપુર- જતિન જયસ્વાલ

આ વિધાયકોને ન મળી તક
બિલાઈગઢ- ચંદ્રદેવ રાય
ધરસીવા- અનિતા શર્મા
રાયપુર ગ્રામીણ- સત્યનારાયણ શર્મા
જગદલપુર- રેખચંદ જૈન
મનેન્દ્રગઢ- વિનય જયસ્વાલ
પ્રતાપપુર- પ્રેમસાયસિંહ ટેકામ
રામાનુજગંજ- બૃહસ્પતિ સિંહ
સામરી- ચિંતામણી મહારાજ
લૈલૂંગા- ચક્રધર સિદાર
પાલી -તાનાખાર- મોહિત કેરકેટ્ટા

7 અને 17 નવેમ્બરે છે મતદાન
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ થવાની સાથે જ કોંગ્રેસ પાર્ટીએ આજે પોતાના ઉમેદવારોની એક વધુ યાદી બહાર પાડી છે. યાદીમાં 53 ઉમેદવારોના નામ છે. છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન થશે જ્યારે મતગણતરી અન્ય ચાર રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણા, અને મિઝોરમ સાથે 3 ડિસેમ્બરે થશે. 20 બેઠકો માટે પહેલા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે અને બાકી 70 બેઠકો માટે 17 નવેમ્બરના રોજ મતદાન થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news