મહારાષ્ટ્ર-હરિયાણાની વિધાનસભા ચૂંટણી: આ 3 કારણે કોંગ્રેસમાં થઇ રહ્યો છે બળવો

કોંગ્રેસ પાર્ટી તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. માત્ર ગણતરીના રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર છે. છતાં પણ કોંગ્રેસમાં વિખવાદ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યો.

મહારાષ્ટ્ર-હરિયાણાની વિધાનસભા ચૂંટણી: આ 3 કારણે કોંગ્રેસમાં થઇ રહ્યો છે બળવો

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી  (Congress Party)  તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. માત્ર ગણતરીના રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર છે. છતાં પણ કોંગ્રેસમાં વિખવાદ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યો. મહારાષ્ટ્ર(Maharashtra assembly Elections 2019)  અને હરિયાણા (Haryana assembly Elections 2019) વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ પાર્ટીઓના નેતાઓ વચ્ચે વિખવાદ સામે આવી રહ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા સંજય નિરુપમે(Sanjay Nirupam)  તો કોંગ્રેસના અઘ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)ને અદાલતથી મુક્તિ મેળવવાની સલાહ પણ આપી દીધી છે . હરિયાણામાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અશોક તન્વરે (Ashok Tanwar)પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે. 

અશોકના રાજીનામું આપ્યા બાદ કહ્યું કે, કોંગ્રેસ જાતે જ દેશને કોંગ્રેસ મુક્ત કરવામાં લાગી ગઇ છે. થોડા લોકો કોંગ્રેસમાં એવા છે જે 5 વર્ષ સુધી વિદેશમાં રહે છે. અને પછી અચાનક પ્રગટ થઇ જાય છે. તેમણે કોંગ્રેસના મોટા નેતૃત્વ પર ટીકીટો વેચવાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસમાં ચાલી રહેલા મહાભારતના ત્રણ કારણો સામે આવ્યા છે.

પહેલુ કારણએ છે, કે રાહુલ તેની પાર્ટીના લોકોને સીએમ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. રાહુલના નેતૃત્વમાં પંજાબ, છત્તીસગઢ, રાજસ્થાન, એમપીમાં સરકાર બની છે. કેપ્ટન અમરિંદર સિંહસ, અશોક ગહલોત અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા હતા. આ ત્રણેય ટીમ સોનિયાના સભ્યો છે.

સામાન્ય થઈ રહી છે કાશ્મીર ઘાટીની સ્થિતિ, કાલે મહબૂબાને મળશે પીડીપીનું પ્રતિનિધિમંડળ

બીજુ કારણએ પણ છે કે, સોનિયા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બનવાની સાથે જ ઝારખંડ, હરિયાણાના અઘ્યક્ષ હટાવી દેવામાં આવ્યા છે. ઝારખંડ અને હરિયાણામાં અઘ્યક્ષોની નિયુક્તિ રાહુલ ગાંધીએ કરી હતી. અશોક તન્વરે તમામ પદો પરથી રાજીનામું આપીને બળવો કરી લીધો છે. ત્રીજુ કારણ છે, કે એમપી, રાજસ્થાનમાં કોંગ્રેસ અધ્યક્ષ પદને લઇને ધર્ષણો થયા હતા. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રદેશ અધ્યક્ષ બનવા ઇચ્છતા હતા. સીએમ કમલનાથ અને દિગ્વિજય સિંહ તેનો વિરોધ કરી રહ્યા હતા. 

રાહુલ ગાંધીના બેંગકોક જવાના સમાચારો પર ભાજપનો કટાક્ષ, બચાવમાં આવ્યા અભિષેક મનુ સિંઘવી

10 સપ્ટેમ્બર 2019માં મુંબઇ કોંગ્રેસના અઘ્યક્ષ અને પૂર્વ મંત્રી કૃપાશંકર સિંહે કોંગ્રેસ છોડ્યું. 19 સપ્ટેમ્બરે નારાયણ રાણે, નિતેશ રાણેએ કોંગ્રેસ પાર્ટી છોટી દીધી. સપ્ટેમ્બર માસમાં કોંગ્રેસ વિધાયક ગોપાલદાસ અગ્રવાલ બીજેપીમાં જોડાય હતા. અભિનેત્રી ઉર્મિલા માતોડકરે પણ સપ્ટેબર મહિનામાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. જ્યારે ગત મહિને કોંગ્રેસના ધારાસભ્ય કાશીરામ પાવરાએ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું હતું, 

 જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news