UP: બસો પર ખેલાતા રાજકારણમાં પીસાઈ રહ્યાં છે શ્રમિકો, પોલીસ લાઈનમાં કોંગ્રેસીઓએ કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા

બસોના રાજકારણમાં કોંગ્રેસે (Congress)એ રાજકીય રોટલા શેક્યા છે તેમાં શ્રમિકોના હાલહવાલ થઈ ગયા છે. મજાક બનીને રહી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ આગરા-ભરતપુર બોર્ડર પર બસો તો મોકલી પરંતુ તેમની પાસે પરમિશન નહતી કે તેઓ આગરા જિલ્લામાં પ્રવેશ કરી શકે. આગરા પ્રશાસને તે બસોને આગરા-ભરતપુર બોર્ડર પર જ રોકી દીધી. ત્યારબાદ આ મામલે રાજકારણ ગરમાતું ગયું.

UP: બસો પર ખેલાતા રાજકારણમાં પીસાઈ રહ્યાં છે શ્રમિકો, પોલીસ લાઈનમાં કોંગ્રેસીઓએ કર્યો હાઈવોલ્ટેજ ડ્રામા

આગરા: બસોના રાજકારણમાં કોંગ્રેસે (Congress)એ રાજકીય રોટલા શેક્યા છે તેમાં શ્રમિકોના હાલહવાલ થઈ ગયા છે. મજાક બનીને રહી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ આગરા-ભરતપુર બોર્ડર પર બસો તો મોકલી પરંતુ તેમની પાસે પરમિશન નહતી કે તેઓ આગરા જિલ્લામાં પ્રવેશ કરી શકે. આગરા પ્રશાસને તે બસોને આગરા-ભરતપુર બોર્ડર પર જ રોકી દીધી. ત્યારબાદ આ મામલે રાજકારણ ગરમાતું ગયું.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની થઈ ધરપકડ
બસોના જથ્થાને આગળ લઈ જવા માટે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયસિંહ લલ્લુ (Ajay Singh Lallu) બોર્ડર પર પહોંચી ગયા. જ્યાં તેમની પોલીસ સાથે તીખી નોકઝોક થઈ. તેઓ જબરદસ્તીથી મંજૂરી વગર બસોને આગરા જિલ્લામાં પ્રવેશ કરાવવા માંગતા હતાં જેમાં પ્રશાસને તેમને મંજૂરી આપી નહીં. 

આગરા પ્રશાસને બોર્ડરને સંપૂર્ણ સીલ કરી દીધી. આ દરમિયાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજયસિંહ લલ્લુ, વિવેક બંસલ, પ્રદીપ માથુર, સહિત ત્યાં હાજર તમામ કોંગ્રેસીઓએ લોકડાઉનના નિયમોના લીરેલીરા ઉડાવ્યાં અને નિયમ કાયદા કાનૂનને ઠેબે ચડાવ્યાં. 

આ જ કારણે અજયસિંહ લલ્લુ, વિવેક બંસલ અને પ્રદીપ માથુરને પોલીસે ડિટેઈન કર્યા અને ત્યારબાદ એસએસપી આગરા બબલુકુમારે તેમની ધરપકડની પુષ્ટિ પણ કરી. ફતેહપુર સીકરી પોલીસ સ્ટેશનમાં કલમ 188,269 અને મહામારી એક્ટ હેઠળ કેસ દાખલ થયો જેમાં અજયસિંહ અને વિવેક બંસલના નામ સામેલ કરાયા જ્યારે 4-5 લોકોને અજાણ્યા દેખાડવામાં આવ્યાં, પ્રદીપ માથુર પણ અજ્ઞાતમાં સામેલ હતાં જેમનું નામ પોલીસે બાદમાં જાહેર કર્યું. 

પોલીસ લાઈનમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો
કોંગ્રેસીઓને જેવી ખબર પડી કે અજયસિંહ લલ્લુને પોલીસે પોલીસ લાઈનમાં રાખ્યા છે ત્યારબાદ ભારે સંખ્યામાં કોંગ્રેસીઓ પોલીસ લાઈનની બહાર ભેગા થઈ ગયાં. તેમણે લલ્લુ સિંહને છોડાવવાની માગણીને લઈને સતત નારેબાજી કરી. આ દરમિયાન કોંગ્રેસીઓની પોલીસ સાથે તીખી નોકઝોક પણ થઈ. 

ત્રણેયને મળ્યા જામીન
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયસિંહ લલ્લુ, વિવેક બંસલ અને પ્રદીપ માથુરને ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્રિતિય અનુકૃતિ સંતની કોર્ટમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે હાજર કર્યા અને ત્યાં ત્રણેયને 16 જુલાઈ સુધી 20-20 હજારના પર્સનલ બોન્ડ પર વચગાળના જામીન મળી ગયા. 

જુઓ LIVE TV

જામીન બાદ પણ લલ્લુનો છૂટકારો ન થયો
કોર્ટમાંથી જામીન મળ્યા બાદ વિવેક બંસલ અને પ્રદીપ માથુરને તો છોડી મૂકવામાં આવ્યાં પરંતુ અજયસિંહ લલ્લુને લખનઉ પોલીસ પોતાની સાથે લઈ ગઈ. લખનઉ પોલીસની સૂચના કોંગ્રેસીઓને જેવી મળી તો તેઓ ઉગ્ર થયા અને પોલીસની ગાડીઓ સામે સૂઈ ગયા. કોંગ્રેસી અજય સિંહ લલ્લુને પોતાની સાથે લઈ જવાની જીદ પર ઉતરી આવ્યાં આ દરમિયાન પોલીસ સાથે ભીડંત થઈ જેમા અનેક કોંગ્રેસીઓ ઘાયલ થયા. ખુબ જદ્દોજહેમત બાદ લખનઉ પોલીસ અજયસિંહ લલ્લુને પોતાની સાથે લઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news