Result 2020: ચાંદની ચોકથી અલકા લાંબાની શરમજનક હાર, મળ્યા માત્ર 3800 મત

ચાંદની ચોક વિધાનસભા સીટ પર વિજેતા રહેલા પ્રહલાદ સિંહ સાહનીને 50845 મત મળ્યા છે. બીજા નંબર પર રહેલા સુમન કુમાર ગુપ્તાને 21260 મત મળ્યા છે. તો ત્રીજા નંબર પર રહેલી અલકા લાંબાને માત્ર 3876 મત મળ્યા છે. 

Result 2020: ચાંદની ચોકથી અલકા લાંબાની શરમજનક હાર, મળ્યા માત્ર 3800 મત

નવી દિલ્હીઃ ચાંદની ચોક સીટ પર મુખ્ય મુકાબલો બે પલટૂ ઉમેદવારો વચ્ચે થવાની આશા હતી. માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસની અલકા લાંબા અને આમ આદમી પાર્ટી (આપ)ના પ્રહલાદ સિંહ સાહની વચ્ચે કાંટાની ટક્કર થશે. પરંતુ તેમ થઈ શક્યું નથી. હાઈ પ્રોફાઇલ ઉમેદવાર લાંબા ખરાબ રીતે હારી ગયા છે. અરવિંદ કેજરીવાલનાસેનાપતિ બનેલા પ્રહલાદ સાહનીએ મત ટકાવારીની દ્રષ્ટિએ સૌથી મોટી જીત મેળવી છે. 

ચાંદની ચોક વિધાનસભા સીટ પર વિજેતા રહેલા પ્રહલાદ સિંહ સાહનીને 50845 મત મળ્યા છે. બીજા નંબર પર રહેલા સુમન કુમાર ગુપ્તાને 21260 મત મળ્યા છે. તો ત્રીજા નંબર પર રહેલી અલકા લાંબાને માત્ર 3876 મત મળ્યા છે. 

પ્રહલાદ સિંહ સાહનીની ગણના ચાંદની ચોકના મોટા નેતામાં થાય છે. તેઓ પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતની નજીક રહ્યાં અને ચાર વખત ધારાસભ્ય રહ્યાં છે. આ વખતે પણ તેમને કોંગ્રેસમાંથી ટિકિટ મળવાની આશા હતી પરંતુ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના અલકા લાંબા કોંગ્રેસમાં સામેલ થયા અને તેને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. 

કોંગ્રેસના સર્વોચ્ચ નેતૃત્વથી નારાજ થઈને પ્રહલાદ સાહની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ સાથે જોડાયા હતા. પાછલી ચૂંટણીમાં અલકા લાંબાએ તેમને જ પરાજય આપ્યો હતો. ત્યારે તેઓ આપના ઉમેદવાર હતા. આ વખતે જીત તો આપને મળી છે પરંતુ ઉમેદવાર બદલી ગયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news