સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવતા જ કોંગ્રેસે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

પીઓકેમાં 636 દિવસો પહેલા ભારતીય સેનાએ શૌર્ય દાખવીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો જેનો વીડિયો સામે આવતા જ કોંગ્રેસે ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કરવા માંડ્યા છે. કોંગ્રેસે સરકાર પર સેનાના નામે મત ભેગા કરવાનો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસે સૈનિકોની શહાદત પર રાજકારણ ન રમવાની સલાહ પણ આપી દીધી.

સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવતા જ કોંગ્રેસે પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હી: પીઓકેમાં 636 દિવસો પહેલા ભારતીય સેનાએ શૌર્ય દાખવીને સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો જેનો વીડિયો સામે આવતા જ કોંગ્રેસે ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહારો કરવા માંડ્યા છે. કોંગ્રેસે સરકાર પર સેનાના નામે મત ભેગા કરવાનો આરોપ લગાવ્યો છે.કોંગ્રેસે સૈનિકોની શહાદત પર રાજકારણ ન રમવાની સલાહ પણ આપી દીધી.

સુરજેવાલાએ કહ્યું કે સરકાર ફાયદો ઉઠાવી રહી છે
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે મોદી સરકાર જય જવાન જય કિસાનના નારાનો ફાયદો ઉઠાવી રહી છે અને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા મતો મેળવવાની કોશિશમાં છે. દેશની જનતા જાણવા માંગે છે કે શું અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહે આર્મી ઓપરેશનની સફળતાનો ફાયદો ઉઠાવ્યો હતો.

— ANI (@ANI) June 28, 2018

સુરજેવાલાએ કહ્યું કે સત્તાધારી પાર્ટીએ યાદ રાખવું પડશે કે તેઓ સૈનિકોની શહાદતનો ઉપયોગ મતો માટે કરી શકે નહીં. સૈનિકોએ દેશ માટે પોતાની શહાદત વ્હોરી છે અને મોદીજીના ગુણગાન ગવાઈ રહ્યાં છે. સુરજેવાલાએ કહ્યું કે દેશના લોકોએ સાવધાન રહેવું પડશે કારણ કે જ્યારે પણ મોદી સરકાર નિષ્ફળ જાય છે, અમિત શાહજીની ભાજપા હારવા લાગે છે ત્યારે સેનાને ઢાલ બનાવવામાં આવે છે.

21 મહિના પહેલા કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક
અત્રે જણાવવાનું કે લગભગ 21 મહિના પહેલા પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરાઈને આતંકીઓનો ખાત્મો કરાયો હતો અને હવે તેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે ભારતીય કમાન્ડો પાકિસ્તાની આતંકીઓ અને તેમના કેમ્પોને તબાહ કરી રહ્યાં છે. આ સર્જિકલ સ્ટ્રાઈક 29-29 સપ્ટેમ્બર 2016ની અમાસની રાતે અંજામ અપાઈ હતી. ખાસ વાત એ હતી કે તેમાં કોઈ પણ ભારતીય જવાન ઘાયલ થયો નહતો કે શહીદ નહતો થયો. ઓપરેશન બાદ કમાન્ડો પાછા આવી જતા સેનાએ પાકિસ્તાની સેનાને આ અંગે જણાવ્યું હતું.

150 કમાન્ડોએ ભાગ લીધો હતો
સેનાના અધિકારી ડીજીએમઓ લે.જનરલ રણવીર સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો કે ભારતીય સેનાએ આતંકીઓ વિરુદ્ધ સફળ સર્જિકલ ઓપરેશનને અંજામ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે કઈ રીતે સૈનિકોએ આ ઓપરેશનને અંજામ આપ્યો. લગભગ 150 કમાન્ડોએ ભાગ લીધો હતો. અત્યાધુનિક હથિયારો, અને તમામ સામાનથી લેસ જવાનોએ પીઓકેમાં પ્રવેશ કરીને આતંકીઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં રોકેટ લોન્ચર, મશીનગન સહિત અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ થયો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news