130 કરોડ ભારતીયોને હિન્દુ ગણાવનારા ભાગવતના નિવેદન પર વિવાદ, કોંગ્રેસ નેતાએ નોંધાવી ફરિયાદ
વરિષ્ઠ કોંગ્રેસ નેતા વી હનુમંતાએ આરએસએસ પ્રમુખ મોહન ભાગવત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાગવતે દેશના 130 કરોડ લોકોને હિન્દુ ગણાવીને અન્ય ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
Trending Photos
હૈદરાબાદઃ વરિષ્ઠ કોંગ્રેસ નેતા વી હનુમંતા રાવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત (mohan bhagwat) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં રાવે કહ્યું કે, ભાગવતે 130 કરોડ દેશવાસીઓને હિન્દુ ગણાવીને લોકોની ભાવનાઓનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, આ નિવેદનથી સાંપ્રદાયિક તણાવ ફેલવાની આશંકા છે અને આ હૈદરાબાદમાં કાયદો વ્યવસ્થા માટે પણ યોગ્ય નથી.
ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતે 25 ડિસેમ્બરે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, ધર્મ અને સંસ્કૃતિથી ઉપર, જે લોકો રાષ્ટ્રવાદી ભાવનાઓ રાખે છે અને ભારતની સંસ્કૃતિ તથા વારસાનું સન્માન કરે છે, તે લોકો હિન્દુ છે. તેમણે આગળ કહ્યું હતું કે, આરએસએસ માટે દેશના 13 કરોડ લોકો હિન્દુ છે. રાવે તેને લઈને કહ્યું કે, નિવેદન ન માત્ર મુસ્લિમ, ઈસાઈ, શીખ, પારસી વગેરે ધર્મના લોકોની લાગણી દુભાવે છે પરંતુ આ ભારતના બંધારણની આત્માની પણ વિરુદ્ધ છે.
2019ની વિદાય, મોદી-શાહ અને યોગી પર ટ્વીટર પોલ કરાવી રહી છે કોંગ્રેસ
સાંપ્રદાયિક તણાવ વધારી શકે છે નિવેદન
રાવે કહ્યું કે, ભાગવતનું આ નિવેદન લોકો વચ્ચે સાંપ્રદાયિક તણાવ વધારી શકે છે અને આ કારણે હૈદરાબાદમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ પણ બગડી શકે છે. એલબી નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર અશોક રેડ્ડીએ જણાવ્યું કે, તેમની પાસે કોંગ્રેસ નેતા તરફથી ફરિયાદ આવી છે અને તેઓ આ મામલામાં કાયદાકીય સલાહ લઈ રહ્યાં છે કે તેમના પર કેસ બની શકે કે નહીં?
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે