સોનભદ્ર કાંડ માટે CM યોગીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું-'1955માં પાયો નખાઈ ગયો હતો'

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી, તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી. 
સોનભદ્ર કાંડ માટે CM યોગીએ કોંગ્રેસને જવાબદાર ઠેરવી, કહ્યું-'1955માં પાયો નખાઈ ગયો હતો'

લખનઉ: ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા નરસંહારમાં 10 લોકોના મોત બાદ સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પ્રત્યે ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. સીએમ યોગીએ આ ઘટના માટે સીધી રીતે કોંગ્રેસને જવાબદાર ઠેરવી, તેમણે કહ્યું કે આ ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો. જ્યારે કોંગ્રેસની સરકાર હતી. 

બે સભ્યની ટીમને સોંપ્યો રિપોર્ટ
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાની કાર્યવાહીના તરત આદેશ આપી દેવાયા છે અને બે સભ્યની કમિટી પણ બનાવવામાં આવી છે. જેમણે ઘટનાના 24 કલાકની અંદર રિપોર્ટ સોંપ્યો છે. 

ઘટનાનો પાયો 1955માં જ પડી ગયો હતો
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઘટનાનો પાયો તો 1955માં જ પડી ગયો હતો જ્યારે તત્કાલિન તહસીલદારે આદર્શ સહકારી સમિતિના નામ પર ગ્રામ સમાજની જમીન નોંધણી કરાવવાનું ગેરકાયદે કામ કર્યું હતું. 

જુઓ LIVE TV

પીડિત પક્ષ જમીન પર ખેતી કરી રહ્યો હતો
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે પીડિત પક્ષ આ જમીન પર ખેતી કરી રહ્યો હતો અને આરોપી પ્રધાનને કેટલાક પૈસા પણ આપતો હતો. પરંતુ આ મામલે પ્રધાન દ્વારા વાદ દાખલ કરાયા  બાદ પીડિત પરિવારે પૈસા આપવાનું બંધ કર્યું હતું. તેમણ જણાવ્યું કે આ મામલે કુલ 29 લોકોની ધરપકડ થઈ છે જેમાં એક આરોપી ગ્રામ પ્રધાન પણ છે. 

અધિકારીઓએ બેદરકારી વર્તી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વીકાર્યું કે આ સમગ્ર મામલે અધિકારીઓએ ખુબ બેદરકારી વર્તી. તેમણે  કહ્યું કે વારાણસી ઝોન એડીજી સમગ્ર પ્રકરણની તપાસ કરીને 10 દિવસમાં રિપોર્ટ સોંપશે. 

મુખ્યમંત્રીના ભાષણ દરમિયાન સદનમાં વિપક્ષનો હંગામો
મુખ્યમંત્રીના સદનના ભાષણ દરમિયાન વિપક્ષે ખુબ હંગામો કર્યો. સપાના સભ્યોએ બેનર પોસ્ટરો સાથે સદનના વેલમાં હંગામો શરૂ કર્યો અને કોંગ્રેસ પણ વેલમાં પહોંચી. વિધાનસભા અધ્યક્ષે વિપક્ષને કહ્યું કે સદનમાં ભાષણ દરમિયાન આવો હોબાળો યોગ્ય નથી, પરંતુ આમ છતાં વિપક્ષના સભ્યો માન્યા નહતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news