Maharashtra: રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ફડણવીસનો માસ્ટરસ્ટ્રોક!, ખેડૂતો માટે કરી મોટી જાહેરાત

મહારાષ્ટ્રમાં એકબાજુ જબરદસ્ત રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. તેમણે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ અગાઉ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથે બેઠક કરી. વરસાદ પ્રભાવિત ખેડૂતોને વધારાની સહાયતા અને સહાયતા માટેના વિભિન્ન ઉપાયો પર મુખ્યમંત્રીએ અજિત પવાર સાથે ચર્ચા કરી. 
Maharashtra: રાજકીય ઉથલપાથલ વચ્ચે CM ફડણવીસનો માસ્ટરસ્ટ્રોક!, ખેડૂતો માટે કરી મોટી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં એકબાજુ જબરદસ્ત રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. ત્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂત કાર્ડ ખેલ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના ખેડૂતોને મોટી રાહત આપી છે. તેમણે વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ અગાઉ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથે બેઠક કરી. વરસાદ પ્રભાવિત ખેડૂતોને વધારાની સહાયતા અને સહાયતા માટેના વિભિન્ન ઉપાયો પર મુખ્યમંત્રીએ અજિત પવાર સાથે ચર્ચા કરી. 

આ બાજુ આજે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ-અજિત પવારને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણ મામલે આજે પોતાનો ચુકાદો આવતી કાલ માટે અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10.30 વાગે ચુકાદો આપશે. જેથી કરીને ભાજપ-અજિત પવારને ઓછામાં ઓછું એક દિવસની તો રાહત મળી જ ગઈ. આ બાજુ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલ ભવનમાં વિધાયકોનો પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. તે પહેલા જ પોતાની તાકાત દર્શાવવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પોત પોતાના વિધાયકોની પરેડ  કરાવવા જઈ રહી છે. ત્રણેય પક્ષના 162 ધારાસભ્યોની આજે સાંજે સાત વાગે પરેડ થવાની છે. હોટલ ગ્રેન્ડ હયાતમાં આ ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે. 

— ANI (@ANI) November 25, 2019

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે ટ્વીટ કરીને કહ્યું કે અમે બધા એક છીએ. તમે અમારા 162 ધારાસભ્યોને પહેલીવાર હયાત હોટલમાં સાંજે 7 વાગે જોઈ શકશો. સૂત્રોના જણાવ્યાં મુજબ પરેડ કરાવવાનો નિર્ણય ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. સંજય રાઉતે પોતાની ટ્વીટમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ ટેગ કર્યા છે. તેમણે લખ્યું છે કે આવો અને અમને એક સાથે તમે જોઈ શકો છો. 

જુઓ LIVE TV

વિધાયકોની પરેડ કરાવીને તેઓ સાબિત કરવા માંગે છે કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી ભાજપની સરકાર અલ્પમતમાં છે. જો કે અહીં એ સ્પષ્ટ કરવું કે હોટલમોમાં કે બીજે ક્યાય પરેડ કરાવવાથી કશું થતું નથી. વિધાનસભામાં બહુમત સાબિત કરવા પર બધો મદાર હોય છે. કહેવાય છે કે શિવસેનાના 56, કોંગ્રેસના 44 અને એનસીપીના 54 ધારાસભ્યોમાંથી 51 હોટલમાં હાજર છે. આ ઉપરાંત સમાજવાદી  પાર્ટીના અને કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ તેમના પક્ષમાં છે. 

અત્રે જણાવવાનું કે થોડીવાર પહેલા જ એનસીપી વિધાયક દળના નેતા જયંત પાટિલે કહ્યું હતું કે અમે કોઈ પણ સમયે મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે 162 ધારાસભ્યોની પરેડ  કરાવી શકીએ છીએ. આ બાજુ કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના નેતાઓએ પણ તમામ ધારાસભ્યોના સમર્થનના શપથપત્ર સોંપી દીધા છે. આ શપથપત્ર રાજભવનના અધિકારીઓને સોંપવામાં આવ્યાં છે. આ બાજુ સમાજવાદી પાર્ટીએ પણ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં સપાના બે ધારાસભ્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news