દિલ્હીઃ કોરોના પર CM કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક, ભાજપ-કોંગ્રેસને પણ આમંત્રણ

કેજરીવાલ સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક કાલે ગુરૂવારે સવારે 11 કલાકે દિલ્હી સચિવાયલમાં યોજાશે. બેઠકમાં દિલ્હીમાં ત્રીજા કોરોના વેવને કારણે દરરોજ વધતા કેસ અને વ્યવસ્થા પર ચર્ચા થશે.
 

દિલ્હીઃ કોરોના પર  CM કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક, ભાજપ-કોંગ્રેસને પણ આમંત્રણ

નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં રાજધાની દિલ્હીમાં કોરોના ફરીથી ઘાતક રૂપ લઈ રહ્યો છે. દિલ્હીમાં સતત ખરાબ થતી સ્થિતિ જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાલે ગુરૂવારે સર્વદળીય બેઠક બોલાવી છે. સર્વદળીય બેઠકમાં સામેલ થવા માટે કેજરીવાલ સરકારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આમંત્રણ મોકલ્યુ છે. 

કેજરીવાલ સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક કાલે ગુરૂવારે સવારે 11 કલાકે દિલ્હી સચિવાયલમાં યોજાશે. બેઠકમાં દિલ્હીમાં ત્રીજા કોરોના વેવને કારણે દરરોજ વધતા કેસ અને વ્યવસ્થા પર ચર્ચા થશે.

રાજધાનીમાં કોરોનાનો કહેર ઝડપતી વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર અહીં પર 6396 નવા કેસ સામે આવ્યા અને 99 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 49,031 ટેસ્ટ કરવામાં આવ્યા અને 4421 દર્દીઓ સાજા થયા હતા. દેશની રાજધાનીમાં હાલ કોરોનાના કુલ કેસની સંખ્યા 4 લાખ 95 હજાર 598 છે, જેમાંથી 42 હજાર કરતા વધુ એક્ટિવ કેસ છે. 

Despite such huge spike, our docs hv managed situation v well

— Arvind Kejriwal (@ArvindKejriwal) November 18, 2020

કોરોનાના વધતા ખતરાને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે દરરોજ એક લાખ ટેસ્ટ કરવામાં આવશે. જિલ્લા તંત્રએ હોટસ્પોટ વિસ્તારમાં ડોર-ટૂ-ડોર સર્વે કરવાનો પ્લાન બનાવ્યો છે. 

આ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આજે સાંજે જીટીબી હોસ્પિટલનો પ્રવાસ કર્યો હતો. પ્રવાસ બાદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ કે, જીટીબી હોસ્પિટલનો પ્રવાસ કર્યો. ડોક્ટરો આગામી બે દિવસમાં 232 વધારાના આઈસીયૂ બેડ વધારવા પર રાજી થઈ ગયા છે. કુલ મળીને આગામી થોડા દિવસમાં દિલ્હીની બધી સરકારી હોસ્પિટલોમાં આઈસીયૂ બેડની સંખ્યા વધારીને 663 કરી શકાશે. કેન્દ્ર વધારાના 750 આઈસીયૂ બેડ વધારી રહ્યું છે. આટલી ઝડપથી તેજી છતાં આપણા ડોક્ટરોએ સ્થિતિને સારી રીતે સંભાળી છે. 

ભારત સરકારના આક્રમક વલણ પછી ટ્વિટર લાઇન પર આવ્યું, લેખિતમાં માગી માફી  

બીજીતરફ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે, રાજધાની દિલ્હીમાં 90 ટકા આઈસીયૂ બેડ ભરેલા છે. કેન્દ્ર પાસેથી 250 આઈસીયૂ બેડનો પ્રથમ જથ્થો જલદી મળશે. દિલ્હીને કેન્દ્ર 750 આઈસીયૂ બેડ આપશે. હાલ રાજધાનીમાં 26 હજાર કોરોના સંક્રમિત હોમ આઇસોલેશનમાં છે. દિલ્હીમાં આ સમયે કોરોનાના 16 હજાર બેડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news