Citizenship Amendment Bill: રાજ્યસભામાં પણ પાસ, મોદી-શાહની જોડીની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ
રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) રાજ્યસભામાં પણ પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં આ બિલના પક્ષમાં 125 મત અને વિપક્ષમાં 105 મત પડ્યાં. આ અગાઉ ચર્ચા દરમિયાન કેટલાક સાંસદોએ આ બિલને સિલેક્ટ સમિતિને મોકલવાની માગણી કરી હતી. આ માટે મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. સિલેક્ટ સમિતિમાં મોકલવાના પક્ષમાં 99 અને ન મોકલવા વિરુદ્ધ 124 મત પડ્યા હતાં. આ પ્રસ્તાવ ટીએમસી સાંસદ ડેરેક ઓબ્રાયન લઈને આવ્યાં હતાં. જે પડી ગયો હતો. શિવસેના વોટિંગ પ્રક્રિયામાં સામેલ થઈ નહતી. રાજ્યસભામાં બિલમાં સંશોધન માટે 14 પ્રસ્તાવ આપવામાં આવ્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો.
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ 2019માં વોટિંગ પ્રોસેસમાં શિવસેના સામેલ રહી નહતી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના પણ બે સાંસદો મતદાનથી દૂર રહ્યાં હતાં.
Congress Interim President Sonia Gandhi: Today marks a dark day in the constitutional history of India. #CitizenshipAmendmentBill2019 https://t.co/WmiN8R29mm
— ANI (@ANI) December 11, 2019
લોકસભામાં પાસ થઈ ચૂક્યું છે બિલ
નાગરિકતા સંશોધન બિલ 2019 લોકસભામાં પાસ થઈ ગયુ હતું. લોકસભમાં બિલના પક્ષમાં 311 અને વિપક્ષમાં 80 મત પડ્યા હતાં. ખાસ વાત એ હતી કે આ બિલના પક્ષમાં ભાજપની જૂની સહયોગી શિવસેનાએ પણ સમર્થન આપ્યું હતું. જો કે રાજ્યસભામાં વોટિંગ દરમિયાન શિવસેનાએ પોતાને અલગ કરી હતી.
જુઓ LIVE TV
સોનિયા ગાંધીએ ગણાવ્યો કાળો દિવસ
નાગરિકતા બિલ પાસ થયા બાદ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે ભારતના ઈતિહાસમાં આ કાળો દિવસ છે. આ ઉપરાંત બિલ પર વોટિંગનો બોયકોટ કરનારી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે શરણાર્થીઓને નાગરિકતા આપવી જોઈએ પરંતુ તેમને મતાધિકાર મળવો જોઈએ નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે