નાગરિકતા સંશોધન બિલઃ દેશના વધુ ભાગલા થઈ રહ્યા હોવાનું જણાવી ઓવૈસીએ ફાડી નકલ
અસદુદ્દીને(Asaduddin) લોકસભામાં(Loksabha) કહ્યું કે, "આ બિલ ભારતના બંધારણની(Indian Constitution) મુળ ભાવનાની વિરુદ્ધ છે. હું આ બિલને ફાડું છું, જે આપણા દેશના ભાગલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ આ બિલને મૌલિક અધિકારોનું(Fundamental Rights) ઉલ્લંઘન પણ જણાવ્યું. નાગરિકતા બિલથી(Citizenship Bill) દેશને ખતરો છે."
Trending Photos
નવી દિલ્હીઃ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમિનના(AIIM) વડા અસદુદ્દીન ઓવૈસીએ(Asaduddin Owaisi) લોકસભામાં નાગરિક્તા સંશોધન બિલ-2019ની(Citizenship Amendment Bill-2019) ચર્ચા દરમિયાન બિલની નકલ ફાડી નાખી હતી. અસદુદ્દીન ઓવૈસી નાગરિકતા બિલ પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે, દેશના વધુ એક ભાગલા પડી રહ્યા છે, આ કાયદો હિટલરના કાયદાથી પણ ખરાબ છે.
ગાંધીજીનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ ભાષણ દરમિયાન જ બિલની નકલ ફાડી નાખી હતી. ઓવૈસીએ(Owaisi) આ બિલને બંધારણની(Constitution) મૂળ આત્માની વિરુદ્ધ જણાવ્યું છે. ઓવૈસીના આ કૃત્યને લોકસભા અધ્યક્ષે ગૃહની કાર્યવાહીમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે.
અસદુદ્દીને(Asaduddin) લોકસભામાં(Loksabha) કહ્યું કે, "આ બિલ ભારતના બંધારણની(Indian Constitution) મુળ ભાવનાની વિરુદ્ધ છે. હું આ બિલને ફાડું છું, જે આપણા દેશના ભાગલા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ આ બિલને મૌલિક અધિકારોનું(Fundamental Rights) ઉલ્લંઘન પણ જણાવ્યું. નાગરિક્તા બિલથી(Citizenship Bill) દેશને ખતરો છે."
Asaduddin Owaisi, AIMIM on #CitizenshipAmendmentBill2019 in Lok Sabha: Ye aur ek partition hone ja raha hai...This bill is against the Constitution of India and disrespect to our freedom fighters. I tear the bill, it is trying to divide our country. https://t.co/aQ2LFl5jG8
— ANI (@ANI) December 9, 2019
અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં આ બિલની ચર્ચામાં કહ્યું કે, "બિનસાંપ્રદાયિક્તા આ દેશનું બેઝિક માળખું છે. આ બિલ આપણા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આપણા દેશમાં નાગરિક્તાનો કન્સેપ્ટ સિંગલ છે. તમે આ બિલ લાવીને સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. હું આપને હાથ જોડીને અપીલ કરી રહ્યો છું કે, દેશને આવા કાયદાથી બચાવી લો." આ ચર્ચા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ કેટલાક એવા શબ્દોનો પણ વિરોધ કર્યો, જેને પાછળથી લોકસભાની કાર્યવાહીમાંથી દૂર કરાયા હતા.
આ અગાઉ બિલની ચર્ચાના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે(Amit Shah) વિરોધ પક્ષના આરોપોને ફગાવી દેતા જણાવ્યું કે, "હું વિશ્વાસ અપાવું છું કે, આ બિલ(Bill) ભારતીય બંધારણની કોઈ પણ અનુચ્છેદનું ઉલ્લંઘન કરતું નથી અને કોઈ પણ નાગરિકને તેના અધિકારોથી વંચિત કરવામાં નહીં આવે."
બીજી વખત શરૂ થયેલી ચર્ચામાં વિરોધ પક્ષના સવાલોનો જવાબ આપતા અમિત શાહે(Amit Shah) કહ્યું કે, "હું ફરીથી સ્પષ્ટ કરવા માગું છું કે કોઈની સાથે અન્યાય નહીં થાય. થશે તો ન્યાય જ થશે. જો તમે આ બિલને ખોટું સાબિત કરી આપશો તો હું તેને પાછું ખેંચી લઈશ. રાજકીય એજન્ડા શું હોય છે? દરેક પાર્ટી ચૂંટણીમાં ઘોષણાપત્ર બહાર પાડે છે. આ એક બંધારણિય પ્રક્રિયા છે. મારું માનવું છે કે, પાર્ટીની વિચારધારા અને ઘોષણાપત્રના આધારે ચૂંટણી લડવી જોઈએ. આ ઘોષણાપત્ર દેશની પ્રજાની લાગણીઓનું પ્રતિનિધિ હોય છે. 2014 અને 2019 બંને ઘોષણાપત્રમાં અમે કહ્યું હતું કે, અમે પડોશી દેશોના સ્થળાંતરિત કરીને આવેલા લઘુમતિ સમુદાયના લોકોને નાગરિકત્વ નહીં આપીએ."
સુરતમાં એક એવા લગ્ન, જે માત્ર 17 મીનિટમાં જ થયા સંપન્ન... જુઓ વીડિયો...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે