સુપ્રીમે રાહુલની ઝાટકણી કાઢી, કહ્યું 'ખેદ' શબ્દ નહી ચાલે લેખીત 'માફી' માંગો
રાફેલ અંગે સુપ્રીમના હવાલાથી ચોકીદાર ચોર હે શબ્દનો પ્રયોગ કરનાર રાહુલ ગાંધી હવે સિયાવિયા થઇ ગયા છે
Trending Photos
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં હવાલાથી ચોકીદાર ચોર હેનાં નિવેદન પર આખરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માંગી લીધી છે. આજની સુનવણી દરમિયાન ટોપની કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ પર ખેદ વ્યક્ત કરવાની પદ્ધતી પર સવાલ ઉઠાવ્યો અને તેની ઝાટકણી કાઢી હતી. કોર્ટે પુછ્યું શું ખેદ વ્યક્ત કરવા માટે 22 પેજની એફીડેવીટ દાખલ કરવાની હોય છે ? ત્યાર બાદ રાહુલના વકીલ અભિષેક મનુ સિંધવીએ પોતાનાં મુવક્કિલની તરફતી માફી માંગી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલનાં આ નિવેદન પર ભાજપ નેતા મીનાક્ષી લેખીએ અવગણના અરજી દાખલ કરી હતી.
કોર્ટે રાહુલની ઝાટકણી કાઢી.
આ મુદ્દે સુનવણી કરી રહેલા સીજેઆઇ રંજન ગોગોઇ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે કોંગ્રેસ અધ્યક્ષની ઝાટકણી કાઢતા તેમનાં વકીલને કહ્યું કે, બ્રેકિટમાં ખેદ વ્યક્ત કરવાનો શું અર્થ છે ? અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલે પોતાનાં બીજા એફીડેવીટમાં ખેદ શબ્દ કૌંસમાં લખ્યો હતો.
રાહુલના વકીલે માફી માંગી
કોર્ટે કહ્યું કે, રાહુલ ગાંધી નિવેદન આપે છે અને હવે તેનો બચાવ કરી રહ્યા છે. કોર્ટે પુછ્યું કે, તમે જે કહ્યું, અમે તે ક્યાં કહ્યું હતું ? જેનાં જવાબમાં સિંધવીએ કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની ભુલ સ્વિકારે છે અને તેના માટે માફી માંગે છે. પહેલીવાર રાહુલ ગાંધીનાં વકીલનાં માફી શબ્દનો પ્રયોગ કર્યો છે. સિંધવીએ કહ્યું કે, સુપ્રીમનાં હવાલાથી ચોકીદાર ચોર હૈ શબ્દનો પ્રયોગ ખોટો હતો. ત્યાર બાદ સિંધવીએ કહ્યું કે, તેઓ આવતા સોમવાર પહેલા આ સંદર્ભે એડિશનલ એફિડેવિટ દાખલ કરશે જેમાં માફી શબ્દનો પ્રયોગ કરશે.
એફીડેવીટ માટે રાહુલે સમય માંગ્યો
રાહુલ ગાંધીએ વધારની એફીડેવિટ માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. રાહુલ ગાંધીએ અંતિમ વખત સમય માંગ્યો. રાહુલના વકીલ સિંધવીએ કહ્યું કે, જે એફીડેવીટમાંક હેવામાં આવ્યું તે માફી જ છે. કોર્ટે રાહુલને સોમવાર પહેલા એફીડેવિટ ફાઇલ કરવા કહ્યું. કોર્ટે કહ્યું કે, એફીડેવીટનો સ્વિકાર કરવો કે નહી તે અમે નક્કી કરીશું.
લેખીનાંવકીલ માફીની માંગ કરી રહ્યા છે
સુનવણી દરમિયાન ભાજપ સાંસદ મીનાક્ષી લેખીનાંવકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, રાહુલ ગાંધી જાણીબુઝીને સુપ્રીમ કોર્ટનાં હવાલે આ શબ્દોનો ઉપયોગ કર્યો, હવે તેમણે માત્ર ખેદ વ્યક્ત કર્યો છે. જ્યારે અવગણના મુદ્દે કાયદો બિનશરતી માફીથી શરૂ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે