Chopper Crash: ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સ્થિતિ નાજુક, લાઇફ સપોર્ટ સિસ્ટમ પર થઈ રહી છે સારવાર, વાયુસેનાએ આપી માહિતી

Helicopter Crash: ગ્રુપ કેપ્ટનનું હાલમાં રાષ્ટ્રપતિએ અસાધારણ વીરતા કાર્ય માટે શૌર્ય ચક્રથી સન્માન કરવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ સીડીએસ સહિત 13 લોકોના 8 ડિસેમ્બરે થયેલી દુર્ઘટનામાં નિધન થયા હતા. 

Chopper Crash: ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સ્થિતિ નાજુક, લાઇફ સપોર્ટ સિસ્ટમ પર થઈ રહી છે સારવાર, વાયુસેનાએ આપી માહિતી

નવી દિલ્હીઃ Captain Varun Singh Health Update: ભારતીય વાયુસેનાના અધિકારી પ્રમાણે હેલીકોપ્ટર દુર્ઘટનામાં એકમાત્ર બચેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સ્થિતિ નાજુબ છે. નિવેદન પ્રમાણે હાલ તેમની સ્થિતિ સ્થિર છે. આ સમયે તેઓ બેંગલુરૂ કમાન્ડ હોસ્પિટલમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. સૂત્રોએ કહ્યું કે, બેંગલુરૂની એક ખાનગી હોસ્પિટલ અને એક સરકારી હોસ્પિટલના સ્વાસ્થ્ય નિષ્ણાંત ગ્રુપે કેપ્ટન વરૂણ સિંહની સારવાર કરી રહેલી મેડિકલ ટીમને બેંગલુરૂના એર ફોર્સ કમાન્ડ હોસ્પિટલમાં સલાહ આપી રહી છે. કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ રવિવારે કમાન્ડ હોસ્પિટલનો પ્રવાસ કર્યો અને વાયુસેના અધિકારીની સારવાર માટે રાજ્ય સરકાર તરફથી દરેક મદદનું આશ્વાસન આપ્યું હતું. 

ગુરૂવારે સિંહને આગળની સારવાર માટે વેલિંગટનની સૈન્ય હોસ્પિટલમાંથી બેંગલુરૂ વાયુસેના કમાન હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ગ્રુપ કેપ્ટનને હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અસાધારણ વીતરા કાર્ય માટે શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા હતા. ભારતના પ્રથમ સીડીએસ સહિત  Mi-17V5 હેલીકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી 13 લોકોના 8 ડિસેમ્બરે નિધન થયા હતા. દુર્ઘટનામાં જીવ ગુમાવનારમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા પણ સામેલ છે. 
 

— ANI (@ANI) December 14, 2021

જે લોકોના જીવ ગયા છે તેમાં દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની, તેમના રક્ષા સલાહકાર બ્રિગેડિયર લખબિંદર સિંહ લિદ્દર, સ્ટાફ ઓફિસર લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ અને વાયુસેનાના હેલીકોપ્ટર પાયલટ ટીમ સહિત નવ અન્ય સશસ્ત્ર દળ કર્મી સામેલ હતા. શુક્રવારે જનરલ રાવત, તેમના પત્ની અને તેમના રક્ષા સહાયક બ્રિગેડિયર એલએસ લિદ્દરના રાષ્ટ્રીય રાજધાનીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news