લદાખ હિંસા: માર્યા ગયેલા ચીની સૈનિકોમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ 

લદાખ (Ladakh) ની ગલવાન ઘાટી (Galwan Valley) માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ચીનને પણ ખુબ નુકસાન થયુ છે. એવા અહેવાલ છે કે તેના 43 જેટલા સૈનિકોની ખુવારી થઈ તેમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. બીજી બાજુ ભારતના 20 જવાનો ચીન (China)ના દગાના કારણે શહીદ થયા. 
લદાખ હિંસા: માર્યા ગયેલા ચીની સૈનિકોમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ 

નવી દિલ્હી: લદાખ (Ladakh) ની ગલવાન ઘાટી (Galwan Valley) માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપમાં ચીનને પણ ખુબ નુકસાન થયુ છે. એવા અહેવાલ છે કે તેના 43 જેટલા સૈનિકોની ખુવારી થઈ તેમાં કમાન્ડિંગ ઓફિસર પણ સામેલ છે. બીજી બાજુ ભારતના 20 જવાનો ચીન (China)ના દગાના કારણે શહીદ થયા. 

બોર્ડર પાસે થયેલા તણાવ બાદ મોટી સંખ્યામાં એમ્બ્યુલન્સ, સ્ટ્રેચર પર ઘાયલ અને મૃત ચીની સૈનિકોને લઈ જવાતા જોવા મળ્યાં. કહેવાય છે કે ચીનને લગભગ 40થી વધુ સૈનિકોનું નુકસાન થયું છે. જો કે ચીને હજુ સુધી કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ ઘટનામાં ચીનના એક કમાન્ડિંગ ઓફિસર પણ માર્યા ગયા છે. જે આ ઝડપનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. અત્રે જણાવવાનું કે ભારતીય સેનાના પણ કમાન્ડિંગ ઓફિસર આ ઝડપમાં શહીદ થયાં. 

— ANI (@ANI) June 17, 2020

એમ્બ્યુલન્સમાં લઈ જવાઈ રહ્યાં છે સૈનિકોને
સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે 15-16 જૂનની રાતે ગલવાન ખીણ પાસે બંને દેશોના સૈનિકો વચ્ચે જે હિંસક ઝડપ થઈ તેમાં ચીનને પણ ખુબ નુકસાન થયું છે. આ નુકસાનનું અનુમાન એ આધારે કરાયું છે કે ચીન બોર્ડર પર સ્ટ્રેચર, એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ-મૃત સૈનિકોને લઈ જવાઈ રહ્યાં છે. આ ઉપરાંત ગલવાન નદી પાસે ચીની હેલિકોપ્ટરની હલચલ વધી ગઈ છે. જેમાં સૈનિકોને લઈ જવાઈ રહ્યાં છે. 

જુઓ LIVE TV

આ ઉપરાંત જે સૈનિકો ચીન સાથે આ ઝડપમાં સામેલ હતાં તેમણે પણ એ વાતની પુષ્ટિ કરી છે. જો કે કેટલુ નુકસાન થયું છે તેનો સટીક અંદાજ અત્યારે લગાવવો મુશ્કેલ છે. જો કે સંખ્યા 43ની આસપાસ ગણાવવામાં આવી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news