લદ્દાખ બોર્ડર પર ચીનનો ચંચૂપાત, 14 દિવસમાં 14 વખત ઘૂસણખોરી

20 જુલાઇ ચીની સૈનિકોનું એક દળ ઉત્તરી લદ્દાખનાં ડેપસાંગમાં આશરે 19 કિલોમીટર જેટલી ઘૂસણખોરી કરી હતી

લદ્દાખ બોર્ડર પર ચીનનો ચંચૂપાત, 14 દિવસમાં 14 વખત ઘૂસણખોરી

નવી દિલ્હી : ગત્ત દિવસોમાં ચીને લદ્દાખનાં અલગ - અલગ સેક્ટરમાં 14 દિવસમાં 14 વખત ઘૂસણકોરી કરી હતી. ITBP રિપોર્ટથી તેનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર ચીનની સેનાએ લદ્દાખનાં ટ્રિગ હાઇટ અને ટ્રેક જંક્શનમાં 7 ઓગષ્ટ અને 16 ઓગષ્ટે 6 કિલોમીટર સુધી અંદર આવ્યા હતા. ITBP અને સેનાનાં વિરોધ બાદ ચીની સૈનિકો પરત જતા રહ્યા હતા. આ ઘટના સવારે આશરે 8.30 વાગ્યે થઇ. 

એટલું જ નહી ચીનનાં સૈનિકોએ ઓગષ્ટમાં મહિનામાં ડેપસાંગ પ્લેન્સમાં તાબડતોડ 6 વખત ઘૂસણખોરી કરી. ITBPનાં રિપોર્ટ અનુસાર ચીનની સેના સૌથી પહેલા 4 ઓગષ્ટે ડેપસાંગનાં વિસ્તારમાં 18 કિલોમીટર સુધી અંદર જતા રહ્યા હતા. ત્યાર બાદ ભારતીય સુરક્ષા દળોનાં વિરોધ બાદ પરત જતા રહ્યા હતા. જો કે બીજીવાર ચીની સૈનિકો તાબડતોડ રીતે 12,12,17 અને 19મી ઓગષ્ટે ભારતીયત ક્ષેત્રમાં ઘુસ્યા હતા. 

સુત્રો અનુસાર લદ્દાખનાં ટ્રિગ હાઇ અને ડેપસાંગનો આ વિસ્તાર ભારત માટે સ્ટ્રેટેજિક મહત્વનું સ્થાન છે. એટલા માટે ચીન અહીં પોતાનું પ્રભુત્વ કાયમ કરવાનાં પ્રયાસમાં રહ્યું અને વારંવાર ઘૂસણખોરી કરે છે. આ વિસ્તારમાં ભારતનું મહત્વપુર્ણ બેગ ઓલ્ડી એરફીલ્ડ પણ છે. આ અંગે ચીની ઘૂસણખોરી દ્વારા નજર રાખવાની ફિરાકમાં રહે છે. 

ચીની સૈનિકોએ ભારતીય  સૈનિકો પર પથ્થરમારો કર્યો
ચીની સૈનિકોએ પેંગોંગ સો લેક વિસ્તારમાં પણ ઓગષ્ટનાં મહિનામાં 5 વખત ઘૂસણખોરીનો ખુલાસો થયો છે. પૈંગોંગ સો લેક એક એવું સ્થળ છે, જ્યાં ચીની વારંવાર ઘૂસણખોરી કરવાનાં પ્રયાસો કરે છે. ગત્ત વર્ષે આ ઓગષ્ટનાં મહિનામાં આ વિસ્તારમાં ચીનીસૈનિકોએ ભારતીય સુરક્ષાદળોએ પથ્થરમારો કર્યો હતો. જો કે સુરક્ષાદળોએ મુંહતોડ જવાબ આપ્યો હતો. 

જુલાઇમાં ઘુસ્યા હતા ચીની સૈનિક
ભારતીય ચીન સરહદ પર ચીનની ઘુસણકોરીવાળી ચાલનો પર્દાફાશ ફરી એકવાર થયો છે. સરહદનાં અલગ અલગ સેક્ટરમાં ચીની સૈનિકોએ તાબડતોબ ઘુસણખોરી કરીને તે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો છેકે તેઓ પોતાની હરકતો ચાલુ જ રાખશે. ITBPનાં સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીની સૈનિકોએ લદ્દાખનાં અલગ-અલગ સેક્ટરમાં જુલાઇ મહિનામાં ઘણી વખત ઘુસણકોરી કરી, સાથે જ ઉતરાખંડનાં બારાહોતી વિસ્તારમાં પણ ચીની સૈનિકોએ ઘુસણખોરી કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news