પૂર્વ લદાખમાં ચીનની નવી ચાલ, મૂક્યો આ પ્રસ્તાવ; જાણો ભારતે શું આપ્યો તેનો જવાબ

પૂર્વી લદ્દાખમાં LACના અતિક્રમણ કર્યા પછી અંદર ઘુસેલા ચીને ફરી નવી ચાલ ચલી છે. ચીને ભારતે પ્રસ્તાવ મૂક્યો છે કે જો તે ફિંગર 4 વિસ્તારથી પોતાની સેનાને પાછી ખેંચવા માટે તૈયાર છે, તો એટલા જ અંતર અને પ્રમાણમાં પોતાના સૈન્યની પીછે હઠ કરશે. ચીનની આ દરખાસ્તને ભારતે નકારી કાઢી છે અને માંગ કરી છે કે તે સરહદ પર 5 મેથી પહેલાંની સ્થિતિ પુન:સ્થાપિત કરે.
પૂર્વ લદાખમાં ચીનની નવી ચાલ, મૂક્યો આ પ્રસ્તાવ; જાણો ભારતે શું આપ્યો તેનો જવાબ

નવી દિલ્હી: પૂર્વી લદ્દાખમાં LACના અતિક્રમણ કર્યા પછી અંદર ઘુસેલા ચીને ફરી નવી ચાલ ચલી છે. ચીને ભારતે પ્રસ્તાવ મૂક્યો છે કે જો તે ફિંગર 4 વિસ્તારથી પોતાની સેનાને પાછી ખેંચવા માટે તૈયાર છે, તો એટલા જ અંતર અને પ્રમાણમાં પોતાના સૈન્યની પીછે હઠ કરશે. ચીનની આ દરખાસ્તને ભારતે નકારી કાઢી છે અને માંગ કરી છે કે તે સરહદ પર 5 મેથી પહેલાંની સ્થિતિ પુન:સ્થાપિત કરે.

જણાવી દઇએ કે, એપ્રિલના અંતમાં યુદ્ધાભ્યાસના બહાને તિબેટ વિસ્તારમાં પહોંચેલી ચાઇનીઝ આર્મી (PLA)એ કેટલી જગ્યાઓ પર એલએસીનું ઉલ્લંઘન કરી તેમનું infrastructure બનાવ્યું. સાથે જ ઘણી જગ્યાએ તેના સૈન્ય, ટેન્ક, તોપ, વિમાન અને અન્ય શસ્ત્રો તૈનાત કરાયા હતા. ત્યારબાદથી ચીનને ટક્કર આપતા ભારતીય સૈન્ય અને વાયુ સેના પણ છેલ્લા 3 મહિનાથી ચીનની સામે એલએસી પર તૈનાત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતના અડગ વલણને ધ્યાનમાં રાખીને હવે ચીને ભારતે પ્રસ્તાવ મૂક્યો છે કે તે પેંગોંગ લેકના ફિંગર 4 વિસ્તારમાં ડિસ-એન્ગેજમેન્ટ માટે તૈયાર છે. પરંતુ આ માટે ભારતે આ વિસ્તારમાંથી પોતાની સેના અને શસ્ત્રો પણ હટાવવા પડશે. આ કરવા પર તે પણ બરાબર પ્રમાણમાં સૈનિક અને હથિયાર પાછળ કરી લેશે. ભારતે ચીનના પ્રસ્તાવને સંપૂર્ણપણે નકાર્યો અને તેને ફિંગર 8ની પાછળની જૂની સ્થિતિમાં જવા કહ્યું છે.

ફિંગર 4ની ઉંચી શિખરો પર હજુ પણ છે ચિની સૈનિકો
મળતી માહિતી મુજબ, ચીનના સૈનિકો હવે ફિંગર 4 વિસ્તારથી દૂર થયા છે. પરંતુ તેના સૈનિકો હજી પણ ઉચ્ચ શિખરો પર પોઝિશન ધરાવે છે. ફિંગર 4થી પીછે હઠ કર્યા પછી, ચીનના સૈનિકોએ હાલમાં ફિંગર 5 પર પોઝિશન લીધી છે. આ ઉપરાંત, ફિંગરે 5થી 8નો લગભગ 5 કિ.મી. વિસ્તારમાં પર્વતો પર મોટી સંખ્યામાં સૈનિકો અને શસ્ત્રો પણ ગોઠવી દીધો છે.

ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે ચીનનો પેંગોંગ વિસ્તારમાં પીછે હઠ કરવાનો ઇરાદો નથી. તેથી, વાતચીતનો દેખાવ કરીને તે પોતાની સૈન્ય તૈયારીઓ મજબૂત કરવામાં વ્યસ્ત છે. આ જોતા ભારતીય સેના અને વાયુસેના પણ તેમની તૈયારીઓ આગળ વધારી રહી છે. સૈન્યના બંને ભાગોએ તેમના ક્ષેત્ર કમાન્ડરોને હંમેશાં જાગૃત રહેવા અને ચીનના કોઇપણ દુસ્સાહસને યોગ્ય જવાબ આપવા માટે તૈયાર રહેવાની સૂચના આપી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીનાની સેનાએ લદાખની ભીષણ ઠંડીમાં રહેવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી લીધી છે. આ જોતા એવું માનવામાં આવે છે કે અતિક્રમણનો આ વિવાદ લાંબા સમય સુધી ચાલવાનો છે. આવી સ્થિતિમાં ભારતીય સેના લદાખમાં હાજર તેના હજારો સૈનિકો અને શસ્ત્રોને ભીષણ શિયાળાથી બચાવવાની પણ તૈયારી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news