ભારત-અમેરિકાની આવી મિત્રતા જોઈને ચીન ચીડાયું, Quad વિશે આપ્યું નિવેદન 

અમેરિકામાં એક બાજુ વ્હાઈટ હાઉસ જીતવાની કવાયત ચાલુ છે ત્યાં બીજી બાજુ માલાબારમાં શક્તિ પ્રદર્શનનો દોર પણ ચાલુ છે. બંગાળની ખાડીમાં ભારત અને અમેરિકા સહિત ચાર દેશોની સેનાઓ એક સાથે માલાબાર યુદ્ધાભ્યાસ (Malabar exercise) કરી રહી છે. જેને તમે ભારત અને અમેરિકાની મિત્રતાનું ટ્રેલર પણ કહી શકો છો. 
ભારત-અમેરિકાની આવી મિત્રતા જોઈને ચીન ચીડાયું, Quad વિશે આપ્યું નિવેદન 

ચેન્નાઈ: અમેરિકામાં એક બાજુ વ્હાઈટ હાઉસ જીતવાની કવાયત ચાલુ છે ત્યાં બીજી બાજુ માલાબારમાં શક્તિ પ્રદર્શનનો દોર પણ ચાલુ છે. બંગાળની ખાડીમાં ભારત અને અમેરિકા સહિત ચાર દેશોની સેનાઓ એક સાથે માલાબાર યુદ્ધાભ્યાસ (Malabar exercise) કરી રહી છે. જેને તમે ભારત અને અમેરિકાની મિત્રતાનું ટ્રેલર પણ કહી શકો છો. 

બંગાળની ખાડીમાં ચાલુ છે યુદ્ધાભ્યાસ
અત્રે જણાવવાનું કે બંગાળની ખાડીમાં 3 નવેમ્બરથી 4 દિવસ માટે 24મો માલાબાર યુદ્ધાભ્યાસ ચાલુ છે. જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા ચાર શક્તિશાળી દશોની સેનાઓ યુદ્ધાભ્યાસ કરીને પોતાના દુશ્મનોને જણાવી રહી છે કે આંખ ઉઠાવનારાઓને છોડવામાં નહીં આવે. આ યુદ્ધાભ્યાસની તસવીરો સ્પષ્ટ કરે છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ભલે ગમે તે હોય પરંતુ ભારત અને અમેરિકાની સેનાઓ એકસાથે રહીને કોઈ પણ દુશ્મનને સમુદ્રના પેટાળમાં ધકેલી દેશે. 

Quad દેશ ચીનને આપી રહ્યા છે ચેતવણી
આ Quadના એવા દેશો છે જે આ વિસ્તારમાં દબંગાઈ દેખાડનારાઓને સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે વિસ્તારવાદી નીતિઓ બદલવી જ તેમના ફાયદામાં રહેશે. ભારત અને અમેરિકા માલાબાર યુદ્ધાભ્યાસના સૌથી જૂના સાથી છે. આ બંનેએ વર્ષ 1992માં હિન્દ મહાસાગરમાં સૌથી પહેલા યુદ્ધાભ્યાસ કર્યો હતો. ત્યારથી જ ભારત અને અમેરિકાની સૈન્ય તાકાતની ગઠજોડની શક્તિ દુનિયાએ જોઈ છે. 

ચૂંટણી તણાવથી ઉપર છે ભારત-અમેરિકાની મિત્રતા
ભારત અને અમેરિકાની મિત્રતાની મજબૂતાઈ એ વાતથી પણ જોઈ શકાય છે કે એક બાજુ સૌથી જૂના લોકતંત્ર અમેરિકામાં ચૂંટણી ચાલુ છે અને તેની નેવી દુનિયાના સૌથી મોટા લોકતંત્રની સેના સાથે યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ જ કારણ છે જેનાથી આ બંને લોકશાહી દેશોની મિત્રતાની મિસાલ અપાય છે. 

બે તબક્કામાં થવાનો છે યુદ્ધાભ્યાસ
અત્રે જણાવવાનું કે માલાબાર યુદ્ધાભ્યાસ બે તબક્કામાં થાય છે. યુદ્ધાભ્યાસનો પહેલો તબક્કો ચાર દિવસનો હોય છે. જે ચીનને ડરાવી રહ્યો છે. જ્યારે બીજો તબક્કો અરબ સાગરમાં થશે જેનાથી પાકિસ્તાનમાં દહેશત ભરાશે. 

ચાર દેશોના જહાજોએ દેખાડી તાકાત
માલાબાર યુદ્ધાભ્યાસના પહેલા દિવસે નેવીએ રણવિજય, શિવાલિક, શક્તિ અને સુકન્યા જહાજ ઉપરાંત સબમરીન સિંધુરાજની તાકાત સમુદ્રમાં દેખાડી. આ બાજુ અમેરિકાના જ્હોન એસ મેક્કન મિસાઈલ ડિસ્ટ્રોયરે પોતાનું યુદ્ધ કૌશલ દેખાડ્યું. ભારત અને અમેરિકાની નેવીએ સમુદ્રમાં એન્ટી સબમરીન વોરફેર ઓપરેશન્સ, ક્રોસ ડેક લેન્ડિંગ અને અનેક સંયુક્ત અભ્યાસ કર્યા. 

Quad ની શક્તિથી ચીન ચીડાયું
Quad દેશોના પહેલા દિવસે જ્યારે ચારેય દેશોની નેવી બંગાળની ખાડીમાં ગરજી તો તેમની સંગઠન શક્તિ જોઈને ચીન ચીડાયું. ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ક્વાડ સંગઠન બનાવ્યું છે. જેનો હેતુ ચીન સામે સૈન્ય ગઠજોડનો છે. ભારત હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીન વિરુદ્ધ અમેરિકાની મદદ ઈચ્છે છે, પરંતુ આ પ્રકારના ગઠજોડથી ભારત શતરંજનું મોહરું બનીને રહી જશે. 

ભારત-અમેરિકાની દોસ્તીથી ચીન પરેશાન
ચીનને પરેશાની ભારત અને અમેરિકાની વધતી મિત્રતા અંગે પણ છે. ચીન જાણે છે કે અમેરિકા જ એ દેશ છે જેણે પહેલા પણ ચીનને પાઠ ભણાવવા માટે ભારતની મદદ લીધી હતી. આ વખતે યુદ્ધાભ્યાસમાં સામેલ થયેલા જાપાન અને ઓસ્ટ્રેલિયાએ પણ ચીનની મુશ્કેલી વધારી છે. 

ઓસ્ટ્રેલિયા પહેલીવાર યુદ્ધાભ્યાસમાં સામેલ
આ યુદ્ધાભ્યાસમાં ઓસ્ટ્રેલિયા પહેલીવાર સામેલ થયું છે. જ્યારે જાપાન વર્ષ 2015થી આ યુદ્ધાભ્યાસનો ભાગ છે. રક્ષા જાણકારોનું કહેવું છે કે ચાર દેશોના આ સૈન્ય ગઠજોડની શક્તિ સમગ્ર વિસ્તારમાં વ્યુહાત્મક અસંતુલનનને સંતુલિત કરવા માટે જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news