ચીને ભારતના આ રાજ્યના 11 સ્થળોના નામ બદલીને યાદી જાહેર કરી, ભારતની આકરી પ્રક્રિયા

ચીને ફરી એકવાર નાપાક હરકત કરી છે જે ચીનના ખતરનાક મનસૂબા પણ સૂચવે છે. ચીને ભારતના એક રાજ્યના 11 સ્થળોના નામ બદલીને નવા નામ જાહેર કરતા હડકંપ મચ્યો છે. ચીને આવું ત્રીજીવાર કર્યું છે. આ અગાઉ 2018 અને 2021માં પણ તે કરી ચૂક્યું છે. 

ચીને ભારતના આ રાજ્યના 11 સ્થળોના નામ બદલીને યાદી જાહેર કરી, ભારતની આકરી પ્રક્રિયા

ચીને અરુણાચલ પ્રદેશ રાજ્ય પર પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નવા નામોનો એક સેટ બહાર પાડ્યો છે. આવું ત્રીજીવાર બન્યું છે કે જ્યારે ચીને અરુણાચલ પ્રદેશમાં સ્થાનોનું નામ બદલ્યું છે. જેને ચીન 'તિબ્બતનો દક્ષિણી ભાગ જંગનાન' કહે છે. ચીનના નાગરિક મામલાઓના મંત્રાલયે ગઈ કાલે ચીની, તિબ્બતી અને પિનયિન અક્ષરોમાં નામોનો એક સેટ બહાર પાડ્યો જે ચીનના મંત્રીમંડળની રાજ્ય પરિષદ દ્વારા જારી કરાયેલા ભૌગોલિક નામોના નિયમો મુજબ હતું. 

ચીન દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચિમાં પાંચ પર્વત શિખર, બે ભૂમિ ક્ષેત્ર, બે રહેણાંક વિસ્તાર અને બે નદીઓ સામેલ છે. આ પહેલા પણ આવી બે સૂચિઓ 2018 અને 2021માં બહાર પાડવામાં આવી હતી. ચીન 2017માં છ નામોની સૂચિ બહાર પાડી હતી જ્યારે 2021માં તેણે અરુણાચલ પ્રદેશમાં 15 સ્થાનોનું નામ બદલ્યું હતું. 

ભારતનું વલણ
ભારતે બંને વખતે ચીનના દાવાઓને દ્રઢતાથી ફગાવ્યા હતા. જેમાં કહેવાયું હતું કે રાજ્ય હંમેશા રહ્યું છે અને હંમેશા ભારતનું અભિન્ન અંગ રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ડિસેમ્બર 2021માં કહ્યું હતું કે આવું પહેલીવાર નથી બન્યું કે જ્યારે ચીને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આ પ્રકારે સ્થળોના નામ બદલવાનો પ્રયત્ન કર્યો હોય. 

તેમણે કહ્યું હતું કે અરુણચાલ પ્રદેશ હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને હંમેશા રહેશે. અરુણાચલ પ્રદેશમાં સ્થાનોની આવિષ્કૃત નામ દેવાથી તે તથ્ય બદલાતું નથી. ધ ગ્લોબલ ટાઈમ્સ જે ચીનમાં સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્યપત્ર પીપલ્સ ડેઈલી સમૂહના પ્રકાશનોનો ભાગ છે જે મુજબ ચીની અધિકારી આ પગલાને 'માનકીકૃત ભૌગોલિક નામ' કહી રહ્યા છે.

દલાઈ લામાની અરુણાચલ પ્રદેશ યાત્રા બાદ 2017માં ચીન દ્વારા નામોના પહેલા સેટની જાહેરાત કરાઈ હતી. ચીને તિબ્બતી આધ્યાત્મિક નેતાની યાત્રાની આકરી ટીકા કરી હતી. દલાઈ લામા અરુણાચલ પ્રદેશના તવાંગના રસ્તે તિબ્બગથી ભાગી ગયા અને 1959માં હિમાલય ક્ષેત્ર પર ચીનના સૈન્ય નિયંત્રણ બાદ 1959માં ભારતમાં શરણ લીધી હતી. 

ભારતે આ વખતે પણ ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલવા પર મંગળવારે આકરી પ્રતિક્રિયા આપી. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં સ્થાનોનું નામ પબદલવા મામલે મીડિયાના સવાલોના જવાબમાં વિદેશી મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે આ પ્રકારના રિપોર્ટ જોયા છે, આવું પહેલીવાર નથી જ્યારે ચીને આ પ્રકારનો પ્રયત્ન થયો છે. અમે તેને ફગાવીએ છીએ. અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. આવા પ્રયાસથી વાસ્તવિકતા બદલશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news