આ દ્રશ્યો જોઈ તમારી આત્મા કંપી ઉઠશે, ટીચરે માર મારતા બાળક જમીન પર ઢળી પડ્યો; જુઓ વીડિયો

રાજધાની પટનાથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. જ્યા એક કોચિંગ ટીચરે પાંચ વર્ષના બાળકને એટલો બેરહેમીથી માર મારે છે જે જોઈને તમારી આત્મા ધ્રુજી ઉઠશે. પોલીસ તપાસ કરી રહી છે.

આ દ્રશ્યો જોઈ તમારી આત્મા કંપી ઉઠશે, ટીચરે માર મારતા બાળક જમીન પર ઢળી પડ્યો; જુઓ વીડિયો

પટના: બિહારની રાજધાની પટનાથી એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક કોચિંગ ટીચર પાંચ વર્ષના બાળકની એટલો ખરાબ માર મારે છે તે બાળક બેભાન થઈ જાય છે. તાત્કાલીક તે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે એક વીડિયો પણ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ટીચર માસુમ બાળકને ખરાબ રીતે માર મારતો જોવા મળી રહ્યો છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મળતી જાણકારી અનુસાર, આ મામલો રાજધાની પટનાના જયા કોચિંગ ક્લાસનો છે. કોચિંગ સેન્ટરમાં બાળકને કઠોરતાથી માર મારતા એક ટીચરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટીચર માસુમ બાળકને પહેલા એક ડંડાથી મારે છે. જોકે, માર મારતા ડંડો તૂટી જાય છે તેમ છતાં ટીચરનો ગુસ્સો શાંત થતો નથી. ત્યારબાદ ટીરત તે બાળકના મોઢા પર થપ્પડ અને મુક્કા મારવાની સાથે વાળ પણ ખેંચે છે. આ દરમિયાન બાળક પીડાથી રડતો રડતો બેભાન થઈ જાય છે અને જમીન પર પટકાય છે.

पटना के मसौढ़ी के एक कोचिंग में इस हैवान शिक्षक की पिटाई से मासूम बेहोश हो गया. बच्चे के बेहोश होने की जानकारी मिलते ही आक्रोशित ग्रामीणों ने कोचिंग के शिक्षक छोटू की भी जमकर पिटाई कर दी. pic.twitter.com/J67McNznaW

— Utkarsh Singh (@UtkarshSingh_) July 3, 2022

કોચિંગમાં બેભાન થઈ ગયા બાદ બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ત્યારે જે શિક્ષક બાળકને આટલી ખરાબ રીતે માર મારે તેની ઓળખ થઈ ગઈ છે અને તેનું નામ છોટું છે. કોચિંગ સંચાલકનું કહેવું છે કે છોટૂને બીપી હાઈની તકલીફ છે, આ કારણે તેને બાળક પર વધારે ગુસ્સો આવ્યો હતો. બીજી તરફ આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news