ચૂંટણીના કારણે દિલ્હીમાં હિંસા ફેલાવવામાં આવી, અમારી પાર્ટીને હિંસાથી નુકસાન જ થશે: કેજરીવાલ

કેજરીવાલે કહ્યું કે દરેક વ્યક્તિને પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ પ્રદર્શન બંધારણની મર્યાદામાં અને અહિંસાત્મક રીતે થવું જોઈએ. કોઈને પણ હિંસાની પરવાનગી આપી શકાય નહીં. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીતવાની છે તો આવામાં જાણીજોઈને વિપક્ષ દ્વારા દિલ્હીમાં ઠેર ઠેર હિંસા ફેલાવવામાં આવી રહી છે.

ચૂંટણીના કારણે દિલ્હીમાં હિંસા ફેલાવવામાં આવી, અમારી પાર્ટીને હિંસાથી નુકસાન જ થશે: કેજરીવાલ

નવી દિલ્હી:નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) ને લઈને દિલ્હીના અનેક વિસ્તારોમાં થયેલા હિંસક પ્રદર્શનોને લઈને સીએમ અરવિંદ કેજરીવાલે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે આવનારી વિધાનસભા ચૂંટણીઓના કારણે વિરોધી પક્ષના લોકો દિલ્હીનો માહોલ ખરાબ કરવામાં લાગ્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો કે દિલ્હીમાં ગત વિધાનસભા ચૂંટણીમાં પણ ત્રિલોકપુરી અને બવાનામાં આવી જ હિંસા કરાવવામાં આવી હતી. દિલ્હીના સીએમએ કહ્યું કે જેમને તોફાનોથી ફાયદો થાય છે તે જ તોફાનો કરાવે છે. તેમણે એમ પણ કહ્યું કે અમારી પાર્ટીને તો તોફાનોથી નુકસાન જ થશે. 

વિપક્ષે ફેલાવે છે હિંસા
કેજરીવાલે કહ્યું કે દરેક વ્યક્તિને પ્રદર્શન કરવાનો અધિકાર છે. પરંતુ પ્રદર્શન બંધારણની મર્યાદામાં અને અહિંસાત્મક રીતે થવું જોઈએ. કોઈને પણ હિંસાની પરવાનગી આપી શકાય નહીં. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતથી જીતવાની છે તો આવામાં જાણીજોઈને વિપક્ષ દ્વારા દિલ્હીમાં ઠેર ઠેર હિંસા ફેલાવવામાં આવી રહી છે. પહેલા પણ લોકો આવું કરી ચૂક્યા છે. આજે પણ દિલ્હીની શાંતિને ડહોળવાની કોશિશ થઈ રહી છે. 

કેજરીવાલે દિલ્હી (Delhi) માં વિપક્ષી પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું કે, 'આવા રમખાણો એવા લોકો કરાવી રહ્યાં છે જેમને વિધાનસભા ચૂંટણીમાં હારવાનો ડર છે. હું દિલ્હીના લોકોને અપીલ કરું છું કે આવા લોકોના મનસૂબાઓ પાર પાડવા ન દો. કોઈ પણ પ્રકારે આપણે દિલ્હીની શાંતિ ભંગ થવા દેવાની નથી. અમે આ પ્રકારની તમામ હરકતોનો જવાબ આવનારી ચૂંટણીમાં આપવાના છે. આમ આદમી પાર્ટી તોફાનો કેમ કરાવશે? આમ આદમી પાર્ટીને  તેનાથી શું ફાયદો થશે? સ્પષ્ટ છે કે જેમને ફાયદો થશે તે જ આવા તોફાનો કરાવે છે.'

જુઓ LIVE TV

અરવિંદ કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા આરોપોનો કોઈ આધાર છે? તો તેના જવાબમાં કેજરીવાલે કહ્યું કે બધા જાણે છે કે દેશમાં તોફાન કોણ કરાવે છે અને તોફાનો કરાવવાની કોની તાકાત છે. તે મારે કહેવાની જરૂર નથી. આપ ધારાસભ્ય અમાનુલ્લાહ પર રમખાણોના આરોપો લગાવતા કેજરીવાલે કહ્યું કે જે વિરોધીઓ આરોપ લગાવી રહ્યાં છે તેઓ જાણે છે કે  દિલ્હીમાં તોફાન કોણ કરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news