INX Media કેસ: ધરપકડથી બચવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ચિદમ્બરમ, આવતીકાલે સુનાવણી

આઈએનએક્સ મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા ચિદમ્બરમની આગોતરા જામીન અરજી રદ્દ કરી દેવાતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં આજે સુનાવણીનો ઈનકાર કરી દેવાયો છે 
 

INX Media કેસ: ધરપકડથી બચવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ચિદમ્બરમ, આવતીકાલે સુનાવણી

નવી દિલ્હીઃ INX મીડિયા કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા ચિદમ્બરમની આગોતરા જામીન અરજી રદ્દ કરી દેવાતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં આજે સુનાવણીનો ઈનકાર કરી દેવાયો છે. ચિદમ્બરમે સુપ્રિમમાં દિલ્હી હાઈકોર્ટના ચૂકાદાને પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલને જસ્ટિસ રમન્ના સામે આવતીકાલે કેસ રજૂ કરવા જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટમાં ઝટકો લાગ્યો છે. જેમાં કોર્ટે આઈએનએક્સ મીડિયા કેસમાં કોર્ટે તેમને રાહત ન આપતા આગતોરા જામીન અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે 25 જાન્યુઆરીથી આ કેસમાં પોતાનો ચૂકાદો અનામત રાખેલો છે. 

ચર્ચા દરમિયાન સીબીઆઈ અને ઈડી બંનેએ ચિદમ્બરમની અરજીનો એ આધારે વિરોધ કર્યો હતો કે, તેમની ધરપકડ કરીને પુછપરછ જરૂરી છે, કેમ કે તેઓ સવાલોથી બચી રહ્યા છે. સાથે જ બંને એજન્સીએ એવી દલીલપણ રજુ કરી હતી કે, ચિદમ્બરમે નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન બંને મીડિયા જૂથને 2007માં વિદેશમાંથી રૂ.305 કરોડની રકમ પ્રાપ્ત કરવા માટે એફઆઈપીબી મંજૂરી આપી હતી. 

ઈડીએ દલીલ કરી હતી કે, જે કંપનીઓમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી એ તમામ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ચિદમ્બરમના પુત્ર કાર્તિ દ્વારા નિયંત્રિત છે. તેમની પાસે એ માનવાનું પણ એક કારણ છે કે, આઈએનએસ્ક મીડિયાને વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (FIPB) મંજુરી તેમના પુત્રના હસ્તક્ષેપ પર આપી હતી. 

હાઈકોર્ટે 25 જુલાઈ, 2018ના રોજ ચિદમ્બરમને બંને કેસમાં ધરપકડ કરવા માટે વચગાળાની રાહત આપી હતી, જેને સમયાંતરે વધારવામાં આવી હતી. ચિદમ્બરમના આ કેસમાં કુલ 18 લોકોને આરોપી બનાવતા ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news