અમારી સરકાર આવશે તો દેશના દરેક નાગરિકને લઘુત્તમ વેતન આપીશું: રાહુલ ગાંધી
છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલીવાર છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે મહત્વની જાહેરાત કરી
Trending Photos
નવી દિલ્હી : દેવામાફીની મદદથી છત્તીસગઢની સત્તામાં 15 વર્ષ બાદ પરત ફરેલી કોંગ્રેસ ખેડૂતોની સાથે હવે મજબુત જોડી બનાવવા માંગે છે. કોંગ્રેસની સરકાર બન્યા બાદ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પહેલી વાર છત્તીસગઢની મુલાકાતે પહોંચ્યા છે અને ખેડૂતોને સંબોધિત કરી રહ્યા હતા. અહીં રાહેલુ ખેડૂત આભાર સમ્મેલનને સંબોધિત કરતા કેટલીક મહત્વપુર્ણ જાહેરાતો કરી હતી. કોંગ્રેસે જનસભાને સંબોધિતા કહ્યું કે, અમે જ્યારે વિપક્ષમાં હતા તો ખેડૂતનાં દેવામાફીની માંગ ઉઠાવતા રહ્યા છીએ. ખેડૂતોનું હિત જ અમારો ધ્યેય છે.
રાહુલે કહ્યું કે, અમે જ્યારે જ્યારે ખેડૂતોનાં દેવામાફી અંગે સરકાર પર દબાણ કર્યું ત્યારે સરકારે પૈસા નહી હોવાની જ વાત કરી. રાહુલે કહ્યું કે, હિન્દુસ્તાનનાં ચોકીદાર પાસે ખેડૂતો માટે 6000 કરોડ રૂપિયા નથી, પરંતુ અનિલ અંબાણી માટે 30 હજાર કરોડ રૂપિયા છે. તેમણે કહ્યું કે, મેહુલ ચોક્સી પૈસા લઇને ભાગી શકે છે પરંતુ ખેડૂત માટે કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી. કેન્દ્ર સરકારની આ ઉદ્યોગપતિ નીતિ દેશ માટે નુકસાનકારક છે.
कांग्रेस पार्टी ने एक ऐतिहासिक निर्णय लिया है कि 2019 चुनाव जीतने के एकदम बाद कांग्रेस पार्टी गारंटी करके न्यूनतम आमदनी देने जा रही है : कांग्रेस अध्यक्ष @RahulGandhi #CongressForMinimumIncomeGuarantee pic.twitter.com/jTttgR2wFB
— Congress (@INCIndia) January 28, 2019
રાહુલ ગાંધીએ કહ્યું કે, શું કારણ છે કે ખેડૂત પોતાના પૈસા વિમા કંપનીઓને આપે છે અને વિપરિત પરિસ્થિતી આવે તો વિમા કંપની તે પૈસા તેને વળતર સ્વરૂપે નથી આપતી. તેનો સંપુર્ણ ફાયદો અનિલ અંબાણીની કંપનીને જાય છે. તેમણે કહ્યું કે, જે રીતે કોંગ્રેસ પાર્ટીએ મનરેગામાં 100 દિવસની રોજગાર ગેરેન્ટી આપી અને માહિતીનાં અધિકારમાં બ્યૂરોક્રેસીનાં દરવાજા ખોલ્યા, ભોજનનો અધિકાર ગેરેન્ટેડ કરીને આપ્યો તે જ રીતે લઘુતમ આપકની પણ ગેરેન્ટી અપાશે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે કે 2019ની ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ પાર્ટી ગેરેન્ટીથી લઘુત્તમ આવકનું પ્રાવધાન કરવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ સત્તામાં આવે તો ખેડૂતોની લોન માફ કરવાનું આશ્વાસન આપ્યું હતું. છત્તીસગઢમાં ગંગાજળ હાથમાં લઇને નેતાઓએ કસમ ખાધી હતી. સત્તામાં આવ્યા બાદ ખેડૂતોનું દેવું માફ કરશે. આ જ વચનનાં કારણે કોંગ્રેસને બંપર જીત મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે