Chhattisgarh: નારાયણપુરમાં નક્સલીઓએ જવાનોની બસને ઉડાવી, ત્રણ જવાન શહીદ

Chhattisgarh Naxal Attack: છત્તીસગઠના નારાયણપુરમાં નક્સલીઓએ જવાનોની બસને નિશાન બનાવી છે. જેમાં ત્રણ જવાન શહીદ થયા અન્યને ઈજા થઈ છે. 

Chhattisgarh: નારાયણપુરમાં નક્સલીઓએ જવાનોની બસને ઉડાવી, ત્રણ જવાન શહીદ

રાયપુરઃ Chhattisgarh Naxal Attack: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ જવાનોથી ભરેલી બસને બ્લાસ્ટ કરી ઉડાવી દીધી છે. નક્સલીઓના આ હુમલામાં છત્તીસગઢ પોલીસના 3 જવાન શહીદ થયા છે અને 20થી વધુ ઈજાગ્રસ્ત છે. જાણવા મળી રહ્યું છે કે સતત 3 આઈઈડી બ્લાસ્ટ થયા છે. છત્તીસગઢના ડીજીપી ડીએમ અવસ્થીએ આ વાતની પુષ્ટી કરી છે.

— ANI (@ANI) March 23, 2021

પોલીસ અધિકારીએ કહ્યુ, છત્તીસગઠના નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં નક્સલીઓએ સુરક્ષાદળોની બસને બારૂદી સુરંગમાં વિસ્ફોટ કરી ઉડાવી દીધી, આ ઘટનામાં ત્રણ જવાન શહીદ થયા છે જ્યારે અન્યને ઈજા થઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news