છત્તીસગઢ LIVE: આજે રાહુલ દરબારમાં છત્તીસગઢનું કોકડુ ઉકેલવામાં આવશે
મુખ્યમંત્રી પદના દાવેદાર ટીએસ સિંહદેવ, ભૂપેશ બધેલ અને ચરણદાસ મહંતને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, કોંગ્રેસ સુત્રો અનુસાર પ્રદેશની નવી સરકાર પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને બે દિવસમાં લાગુ કરશે
Trending Photos
નવી દિલ્હી : છત્તીસગઢનાં નવા મુખ્યમંત્રીના નામ પર આજે નિર્ણય આવશે. છત્તીસગઢના પર્યવેક્ષક કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ કહ્યું કે, છત્તીસગઢના મુખ્યમંત્રીનાંનામની જાહેરાત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રી પદનાંદાવેદાર ટીએસ સિંહદેવ, ભૂપેશ બધેલ અને ચરણદાસ મહંતને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસનાં સુત્રો અનુસારપ્રદેશની નવી સરકાર પાર્ટીના ઢંઢેરાને બે દિવસમાં લાગુ કરશે.
સુત્રો અનુસાર ગાંધીએ છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર નિર્ણય કરવા માટે ગુરૂવારે પ્રદેશના પાર્ટી નેતાઓ સાથે ચર્ચા કરી. જો કે દાવેદારો સાથે ચર્ચા કરી, પરંતુ દાવેદારો સાથે વધારે ચર્ચા કરવા માટે નિર્ણય શુક્રવાર સુધી ટાળી દીધો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોડી સાંજે પાર્ટીના કેન્દ્રીય પર્યવેક્ષક મલ્લિકાર્જુન ખડગેની સાથે બેઠક કરી હતી. ખડગેએ કહ્યું કે, અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલા શુક્રવારે પ્રદેશ નેતાઓ સાથે બેઠક થશે.
છત્તીસગઢનાં સીએમ પદની રેસમાં પ્રદેશ અધ્યક્ષ ભૂપેશ બધેલ અને પાર્ટીના વરિષ્ઠ નેતા ચરણદાસ મહંત અને વિપક્ષનાં નેતા ટીએસ સિંહદેવનુ્ં નામ ચર્ચામાં છે.અત્રે ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસે ભાજપને પરાજય આપ્યો હતો. અહીં 15 વર્ષ બાદ પાર્ટી સત્તામાં પર ફરી રહી હતી. 90 વિધાનસભા સીટોમાંથી કોંગ્રેસની 68 સીટો પર જીત થઇ છે. જ્યારે ભાજપ જે છેલ્લા 15 વર્ષથી સત્તામાં હતી. તેને પ્રતિવર્ષની એક સીટ લેખે માત્ર 15 સીટો જ મળી છે. જ્યારે જનતા કોંગ્રેસ છત્તીસગઢ (જેસીસી) અને બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ના ગઠબંધનને 7 સીટો પર જીત પ્રાપ્ત થઇ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે