છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 70.87% જ્યારે મિઝોરમમાં 77.04 % મતદાન નોંધાયું

આજે બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાની 20 બેઠકો પર મતદાન મંગળવારે સાંજે 5 વાગે પૂરું થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 70.87 ટકા મતદાન થયું.

છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં 70.87% જ્યારે મિઝોરમમાં 77.04 % મતદાન નોંધાયું

આજે બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયું. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાની 20 બેઠકો પર મતદાન મંગળવારે સાંજે 5 વાગે પૂરું થયું. સાંજે 5 વાગ્યા સુધીમાં 70.87 ટકા મતદાન થયું. જ્યારે મિઝોરમમાં રેકોર્ડબ્રેક 77.04 ટકા મતદાન થયું. 

છત્તીસગઢ પહેલા તબક્કાનું મતદાન પૂરું
છત્તીસગઢની 90 વિધાનસભા  બેઠકોમાંથી 20 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થયું. વર્ષ 2018 વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં 20 બેઠકોમાંથી 18 બેઠકો પર ઓછું મતદાન થયું છે. જ્યારે ફક્ત 2 બેઠકો પર જ ગત ચૂંટણીની સરખામણીમાં વધુ મતદાન રેકોર્ડ થયું છે. 

ક્યાં કેટલું મતદાન
પહેલા તબક્કામાં બસ્તર સંભાગની 12 અને દુર્ગ સંભાગની 8 બેઠકો માટે મતદાન થયું. જેમાં પંડરિયા, કવર્ધા, ખૈરાગઢ ડોંગરગઢ, રાજનાદગાંવ, ડોંગરગાંવ, ખુજ્જી, બસ્તર, જગદલપુર, ચિત્રકોટ, મોહલા-માનપુર, અંતાગઢ, ભાનુપ્રતાપપુર, કાંકેર, કેશકાલ, કોંડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર, અને કોંટા વિધાનસભા સીટ સામેલ છે. 

— ANI Digital (@ani_digital) November 7, 2023

પહેલા તબક્કામાં થયો નક્સલી એટેક
પહેલા તબક્કાના મતદાન દરમિયાન અનેક જગ્યાઓ પર મતદાનને પ્રભાવિત કરવા માટે નક્સલીઓએ હુમલો પણ કર્યો. આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. જો કે અથડામણમાં અનેક જવાન ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ કેટલાક નક્સલીઓને માર્યા પણ છે. 

બીજા તબક્કાની ચૂંટણી
છત્તીસગઢમાં બાકીની 70 વિધાનસભા બેઠકો માટે બીજા તબક્કાનું મતદાન 17 નવેમ્બરે થશે. જ્યારે બંને તબક્કાના મતદાનનું પરિણામ 3 ડિસેમ્બરે એક સાથે આવશે. 

મિઝોરમમાં 77 ટકા મતદાન
ચૂંટણી પંચના ડેટા મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં મિઝોરમમાં કુલ 40 વિધાનસભા બેઠકો માટે 77.04 ટકા મતદાન નોંધાયું. તમામ 40 બેઠકો માટે 174 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 16 મહિલાઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news