Chandrayaan-2એ મેળવી વધુ એક મોટી સિદ્ધિ, હજુ 7 વર્ષ કરશે કામગીરી 

ચંદ્રયાન-2(Chandrayaan-2)એ ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરતા એક વર્ષ પૂરું કરી લીધુ છે. આ અવસરે અંતરિક્ષ એજન્સી ઈસરો (ISRO)એ મિશન સંબંધિત પ્રાથમિક ડેટા જાહેર કર્યો છે અને કહ્યું કે ભલે વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ ગયું પરંતુ ઓર્બિટરે ચંદ્રમાની ચારે બાજુ 4400 પરિક્રમા પૂરી કરી છે અને તમામ આઠ ઓનબોર્ડ ઉપકરણ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ઓર્બિટરમાં ઉચ્ચ ટેક્નોલોજીવાળા કેમેરા  લાગેલા છે. જેથી કરીને ચંદ્રની બહારના વાતાવરણ અને તેની સપાટી અંગે જાણકારી ભેગી કરી શકાય. 
Chandrayaan-2એ મેળવી વધુ એક મોટી સિદ્ધિ, હજુ 7 વર્ષ કરશે કામગીરી 

નવી દિલ્હી: ચંદ્રયાન-2(Chandrayaan-2)એ ચંદ્રની કક્ષામાં પરિક્રમા કરતા એક વર્ષ પૂરું કરી લીધુ છે. આ અવસરે અંતરિક્ષ એજન્સી ઈસરો (ISRO)એ મિશન સંબંધિત પ્રાથમિક ડેટા જાહેર કર્યો છે અને કહ્યું કે ભલે વિક્રમ લેન્ડર સોફ્ટ લેન્ડિંગમાં નિષ્ફળ ગયું પરંતુ ઓર્બિટરે ચંદ્રમાની ચારે બાજુ 4400 પરિક્રમા પૂરી કરી છે અને તમામ આઠ ઓનબોર્ડ ઉપકરણ સારું પ્રદર્શન કરી રહ્યાં છે. ઓર્બિટરમાં ઉચ્ચ ટેક્નોલોજીવાળા કેમેરા  લાગેલા છે. જેથી કરીને ચંદ્રની બહારના વાતાવરણ અને તેની સપાટી અંગે જાણકારી ભેગી કરી શકાય. 

ઈસરોએ કહ્યું કે વધુ સાત વર્ષ સુધી સંચાલન માટે ચંદ્રયાન-2 ઓર્બિટર પાસે પૂરતું ઈંધણ છે. આ સાથે જ તે ધરતી પર આપણને નવી નવી જાણકારીઓ મોકલતું રહેશે. ઈસરોના જણાવ્યાં મુજબ હજુ ચંદ્રયાન-2ના ઓર્બિટરના તમામ ઉપકરણો સારું કામ કરી રહ્યાં છે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ 22 જુલાઈ 2019ના રોજ કરવામાં આવ્યું હતું. બરાબર એક વર્ષ પહેલા 20મી ઓગસ્ટના રોજ તેણે ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો. 

ઈસરોએ કહ્યું કે ચંદ્રયાન-2ના બાકીના બે ભાગો એટલે કે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સફળ રહ્યાં નહીં પરંતુ આપણું આ ઓર્બિટર હજુ અનેક વર્ષો સુધી કામ કરતું રહેશે. તેમાં રહેલા 8 અત્યાધુનિક ઉપકરણો સતત ચંદ્રની નવી જાણકારીઓ આપણા સુધી પહોંચાડશે. 

હાલ ઓર્બિટર ચંદ્રમાની સપાટીથી 100 કિમી ઉપરની ગોળાકાર કક્ષામાં ચક્કર કાપી રહ્યું છે. ઈસરો વૈજ્ઞાનિકો જરૂરિયાત મુજબ તેની ઊંચાઈ 25 કિમી ઓછી વધુ કર્યા કરે છે. જેથી કરીને કોઈ દુર્ઘટના ન ઘટે. તેની સાથે કોઈ ખગોળીય વસ્તુ ન ટકરાય. 

અનેકવાર વિભિન્ન કારણોસર ઓર્બિટર પોતાના નિર્ધારિત રસ્તેથી ભટકી જાય છે તો તેને પાછુ તે જ કક્ષામાં લાવવા માટે વધેલા ઈંધણનો ઉપયોગ થાય છે. ઈંધણ દ્વારા એન્જિન ઓન કરીને તેને નિર્ધારિત કક્ષામાં પાછું લવાય છે. 

24 સપ્ટેમ્બર 2019થી લઈને અત્યાર સુધીમાં ઈસરોએ 17 વાર ઓર્બિટરને ચંદ્રની કક્ષામાં પુર્ન સ્થાપિત કરેલું છે. એનો અર્થ એ નથી કે તે ભટકી ગયું હતું. પરંતુ તેને જરૂરિયાત પ્રમાણે કક્ષામાં સેટ કરવામાં આવે છે. જેને ઓર્બિટ મેન્યૂવરિંગ કહે છે. 

ઈસરોએ જણાવ્યું કે ઓર્બિટરમાં લાગેલા ટેરેન મેપિંગ કેમેરા-2(TMC-2)એ ચંદ્રની 40 લાખ વર્ગ કિલોમીટર સપાટીની હજારો તસવીરો લીધી છે. આ તસવીરો તેણે ચંદ્રની કક્ષ 220  વાર ઘૂમવા દરમિયાન લીધી હતી. તેનું રિઝોલ્યુશન 30 સેન્ટીમીટર છે. એટલે કે ચંદ્રની સપાટી પર જો બે વસ્તુઓ 30 સેન્ટીમીટરના અંતરે છે તો તે સરળતાથી તેમની સ્પષ્ટ તસવીરો લઈને તેમાં અંતર દેખાડી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news