ચંદ્રયાનના વિક્રમનું થયું ‘હાર્ડ લેન્ડિંગ’, લેન્ડરને શોધવામાં ના મળી સફળતા: NASA

જ્યારે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે હાર્ડ લેન્ડિંગના કારણે તેનો ગ્રાઉન્ડ સ્ટેશનથી સંપર્ક ટૂટી ગયો હતો. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ આ જાણકારી આપી

ચંદ્રયાનના વિક્રમનું થયું ‘હાર્ડ લેન્ડિંગ’, લેન્ડરને શોધવામાં ના મળી સફળતા: NASA

નવી દિલ્હી: જ્યારે ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું તે સમયે હાર્ડ લેન્ડિંગના કારણે તેનો ગ્રાઉન્ડ સ્ટેશનથી સંપર્ક ટૂટી ગયો હતો. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, અંતરિક્ષ એજન્સીના વૈજ્ઞાનિક લેન્ડરને શોધવામાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યાં છે.

નાસાએ તેમના નિવેદનમાં કહ્યું કે, ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને 7 સપ્ટેમ્બરે ચંદ્રની સપાટીથી સિમપેલિયસ N અને મૈનજીનસ C ક્રેટરની વચ્ચેના ભાગમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો. વિક્રમની હાર્ડ લેન્ડિંગ થઇ હતી અને અત્યાર સુધી તેનું વાસ્તવિત લોકેશન શોધવામાં સફળતા મળી નથી. આ સાથે જ નાસાએ લેન્ડિંગ સાઇટની તસવીરોને રજૂ કરી છે જેમાં ક્રેટરોને દેખાડવામાં આવ્યા છે.

નાસાના લૂનર રિકોનોયસેન્સ ઓર્બિટ (LRO) સ્પેસક્રાફ્ટે 17 સપ્ટેમ્બરે આ તસવીર મોકલી હતી. નાનાએ ટ્વિટ કરી કહ્યું કે, તસવીર સંધ્યાકાળમાં લેવામાં આવી છે અને ટીમ લેન્ડરને શોધવામાં નિષ્ફળ રહ્યું છે. ઓક્ટોબરમાં પ્રકાશની સ્થિતિને અનુકૂળ હોવા પર ચંદ્રની પરિભ્રમણ કરતા LRO ફરીથી લેન્ડરનું સ્થાન શોધવાનો પ્રયાસ કરશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news