Chandrayaan-2 મિશનની મોટી સફળતા, ઓર્બિટરે ચંદ્ર પર જોયા પાણીના અણુ
ભારતના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2 (Lunar Mission Chandrayaan-2) એ ચંદ્ર પર પાણીના અણુઓ(Water Molecules) ની હાજરીની ભાળ મેળવી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતના બીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-2 (Lunar Mission Chandrayaan-2) એ ચંદ્ર પર પાણીના અણુઓ(Water Molecules) ની હાજરીની ભાળ મેળવી છે. મિશન દરમિયાન મળેલા આંકડાથી આ ખુલાસો થયો છે. ચંદ્રયાન-2 મિશનનું ઓર્બિટર હાલમાં પણ ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. જેના કારણે આ આંકડા મળ્યા છે.
IIRS ડિવાઈસથી મળ્યો ગ્લોબલ સાયન્ટિફિક ડેટા
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ના પૂર્વ અધ્યક્ષ એએસ કિરણકુમારના સહયોગથી લખાયેલા એક રિસર્ચ પેપરમાં કહેવાયું છે કે ચંદ્રયાન-2(Chandrayaan-2) માં લાગેલા ડિવાઈસમાં ઈમેજિંગ ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (આઈઆઈઆરએસ) નામનું એક ડિવાઈસ પણ છે. જે ગ્લોબલ સાયન્ટિફિક ડેટા પ્રાપ્ત કરવા માટે 100 કિલોમીટરની એક ધ્રુવીય કક્ષા (Polar Orbit) સંબંધિત કામ કરી રહ્યું છે.
ખુબ મહત્વપૂર્ણ છે આ ઘટનાક્રમ
'કરન્ટ સાયન્સ' પત્રિકામાં પબ્લિશ રિપોર્ટમાં કહેવાયું છે કે 'આઈઆઈઆરએસથી મળેલા પ્રાથમિક ડેટાથી ચંદ્રમા પર 29 ડિગ્રી ઉત્તરી અને 62 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ વચ્ચે વ્યાપક જળયોજન અને અમિક્ષિત હાઈડ્રોક્સિલ(OH) અને પાણી (H2O) અણુઓની હાજરી સ્પષ્ટપણે જોવા મળે છે.' તેમાં કહેવાયું છે કે પ્લેજિયોક્લેસ પ્રચુર પથ્થરોમાં ચંદ્રમાના અંધકારથી ભરેલા મેદાની વિસ્તારોની સરખામણીમાં વધુ OH (હાઈડ્રોક્સિલ) કે કદાચ H2O અણુ મળી આવ્યા છે. ચંદ્રયાન-2થી ભલે આશા મુજબ પરિણામ ન મળ્યા હોય પરંતુ તેના સંલગ્ન આ ઘટનાક્રમ પણ ખુબ મહત્વ ધરાવે છે.
ઓર્બિટર હજુ પણ સારી રીતે કામ કરે છે
ભારતે પોતાનું બીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-2 22 જુલાઈ 2019ના રોજ ચંદ્ર માટે રવાના કર્યું હતું. જો કે તેમાં લાગેલું વિક્રમ લેન્ડર તે જ વર્ષે સપ્ટેમ્બરમાં નિર્ધારિત યોજના મુજબ ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું નહીં. જેના કારણે પહેલા જ પ્રયત્નમાં ચંદ્ર પર ઉતરનારો પહેલો દેશ બનવાનું ભારતનું સપનું પૂરું થઈ શક્યું નહીં. ચંદ્રયાન-2ના લેન્ડરની અંદર પ્રજ્ઞાન નામનું રોવર પણ હતું. મિશનનું ઓર્બિટર હજુ પણ સારી રીતે કામ કરે ચે અને તે દેશના પહેલા ચંદ્ર મિશન ચંદ્રયાન-1ને આંકડા મોકલતું રહે છે જેણે ચંદ્ર પર પાણી હોવાના પુરાવા મોકલ્યા હતા.
(અહેવાલ સાભાર-ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે