Chandra Grahan 2022: ભારતમાં ચંદ્રગ્રહણનો સમય, જાણો ક્યારે શરૂ થશે સૂતક કાળ, ભૂલથી પણ ન કરો આ કામ

Chandra Grahan 2022 Sutak timings: વર્ષ 2022નું અંતિમ ચંદ્ર ગ્રહણ મંગળવારે છે. કારતક પૂનમના દિવસે લાગનારૂ ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણનો સૂતક કાળ 9 કલાકનો છે. આવો જાણીએ આ સૂતક કાળમાં શું કરવું જોઈએ અને શું નહીં. 

Chandra Grahan 2022: ભારતમાં ચંદ્રગ્રહણનો સમય, જાણો ક્યારે શરૂ થશે સૂતક કાળ, ભૂલથી પણ ન કરો આ કામ

નવી દિલ્હીઃ વર્ષ 2022નું બીજુ અને અંતિમ ચંદ્ર ગ્રહણ 8 નવેમ્બર, 2022 મંગળવારે છે. વર્ષનું આ અંતિમ ચંદ્ર ગ્રહણ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે અને તે ભારતના ઘણા ભાગમાં જોવા મળશે. પૂર્ણ ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂર્ય, પૃથ્વી અને ચંદ્રમા એકબીજાની બિલકુલ બરાબર હશે. આ દરમિયાન આપણે ધરતી પરથી ચંદ્ર તરફ જોઈએ તો તે આપણે કાળો નજર આવે છે અને તેને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે. 

ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણના પહેલાના સમયને સૂતક કાળ કહેવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતક કાળ 9 કલાક પહેલા લાગૂ થાય છે, જ્યારે સૂર્ય ગ્રહણ દરમિયાન સૂતક કાળ 12 કલાક પહેલા લાગી જાય છે. ગ્રહણ દરમિયાન સૂતક કાળનું ખુબ મહત્વ હોય છે. 

ભારતમાં ચંદ્ર ગ્રહણ 8 નવેમ્બરે સાંજે 5 કલાક 20 મિનિટે શરૂ થશે અને સાંજે 6.20 કલાકે સમાપ્ત થઈ જશે. ચંદ્ર ગ્રહમનો સૂતક કાળ 8 નવેમ્બરે ભારતીય સમયાનુસાર સવારે 8 કલાક 20 મિનિટે શરૂ થઈ જશે. 

આવો જાણીએ શું હોય છે સૂતક કાળ અને તેનું મહત્વ
શું હોય છે સૂતક?

ગ્રહણ દરમિયાન સૂતકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોગો ગ્રહણના કેટલાક કલાક પહેલા કેટલાક નિયમનું પાલન કરે છે અને ગ્રહણ સમાપ્ત થયા બાદ પોતાનો ઉપવાસ સમાપ્ત કરી શકે છે. પરંતુ ઉપવાસ તોડતા પહેલા લોકો સ્નાન કરે છે, પોતાના ઈષ્ટ દેવની પૂજા કરે છે, સૂર્ય કે ચંદ્રમા ભગવાનના આશીર્વાદ મેળવે છે અને પછી ફળ તથા ભોજનનું સેવન કરે છે. 

સૂતકનું મહત્વ
પ્રાચીન ગ્રંથો અનુસાર, અન્ય ખગોળીય પિંડોની ગતિને કારણે પૃથ્વી પ્રભાવિત થાય છે અને આ પરિવર્તન આપણા ગ્રહ પર જીવનને એક કરતા વધુ રીતે પ્રભાવિત કરે છે. તેથી ગ્રહણની કોઈ નકારાત્મક અસરથી બચવા માટે લોકો સૂતકના નિયમનું પાલન કરે છે. જેથી ગ્રહણ દરમિયાન કોઈ અપ્રિય ઘટનાથી બચી શકાય છે. પરંતુ શું તમે જાણો છો સૂતકના નિયમ શું છે અને સૂતક કાળમાં શું કરવું અને શું ન કરવું જોઈએ? આવો તેના વિશે જાણીએ....

સૂતક કાળમાં શું કરવું શું નહીં
- સૂતક કાળ દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. 
- સૂતક કાળ શરૂ થતાં પહેલા, તુલસીના પાન ભોજનના વાસણ અને પાણીમાં મુકી દો, જેથી ગ્રહણની ખરાબ અસરથી બચી શકાય.
- ગ્રહણ દરમિયાન ચંદ્ર દેવ, ભગવાન ધનવંતરી અને મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરો.
- ગ્રહણ દરમિયાન સૂવુ જોઈએ નહીં.
- ગ્રહણ દરમિયાન ધારદાર વસ્તુ જેમ કે ચાકુ, કાતરથી દૂર રહો.
- ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની અંદર રહેવું જોઈએ. ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્રથી નિકળનાર કિરણોથી ગર્ભવતી મહિલા અને તેના ગર્ભ પર ખરાબ અસર પડે છે.
- ગ્રહણને નરી આંખે જોવું જોઈએ નહીં.
- ગ્રહણ બાદ વાસી ભોજન કરવાથી બચો.
- ગ્રહણ પૂર્ણ થયા બાદ સૌથી પહેલા સ્નાન કરો અને ઘરની સાફ સફાઈ કરી ગંગાજળ છાંટો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news