ચંદીગઢ કોર્પોરેશન ચૂંટણીમાં AAP ની ધમાકેદાર એન્ટ્રી, ભાજપ-કોંગ્રેસને લાગ્યો ઝટકો
મોટા નેતાઓમાં ભાજપના પૂર્વ મેયર રવિકાંત શર્મા વોર્ડ નંબર 17માં હારી ગયા છે. અહીં આપ ઉમેદવાર જસબીર સિંહે જીત મેળવી છે. તો ભાજપના ઉમેદવાર અને પૂર્વ મેયર દવેશ મૌદગિલ ચૂંટણી હારી ગયા છે.
Trending Photos
ચંદીગઢઃ સોમવારે જાહેર થયેલા ચંદીગઢ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા છે. તમામ 35 વોર્ડોના પરિણામ જાહેર થઈ ગયું છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસનો કિલો ભેદીને 14 વોર્ડોમાં જીત મેળવી છે. પરંતુ કોઈ પાર્ટીને બહુમત મળ્યો નથી. ભાજપ અને કોંગ્રેસે ક્રમશઃ 12 અને 8 વોર્ડ જીત્યા છે. એક સીટ અકાલી દળના ખાતામાં ગઈ છે. ભાજપ ઉમેદવાર અને સિટિંગ મેયર રવિકાંત શર્માને આપ ઉમેદવારે હરાવી દીધા છે.
ચંદીગઢ મહાનગર પાલિકાના 35 વોર્ડો પર સવારે 9 કલાકે ગણતરી શરૂ થઈ હતી. રાજ્ય ચૂંટણી પંચ પ્રમાણે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ 14 વોર્ડમાં જીત મેળવી છે. પરંતુ આમ આદમી પાર્ટી ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ ચંદર મુખી શર્મા ચૂંટણી હારી ગયા છે. તો ભાજપે 12 વોર્ડ જીત્યા, જ્યારે કોંગ્રેસે 8 વોર્ડ અને એક વોર્ડ અકાલીના ખાતામાં ગયો છે
ભાજપના મેયર હાર્યા
મોટા નેતાઓમાં ભાજપના પૂર્વ મેયર રવિકાંત શર્મા વોર્ડ નંબર 17માં હારી ગયા છે. અહીં આપ ઉમેદવાર જસબીર સિંહે જીત મેળવી છે. તો ભાજપના ઉમેદવાર અને પૂર્વ મેયર દવેશ મૌદગિલ ચૂંટણી હારી ગયા છે. ચંદીગઢ ચૂંટણીમાં ભાજપના બે અન્ય પૂર્વ મેયર પણ હાર્યા છે.
વોર્ડ પ્રમાણે પરિણામ
અત્યાર સુધી આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 1, 4,15, 17, 18,19, 21, 22, 23, 25, 26, 27, 29 અને 31 પર જીત હાસિલ કરી છે, જ્યારે વોર્ડ નંબર 2, 3, 6, 7, 9,11, 14, 32, 33 અને 35 પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ 5, 10, 13, 27 અને 34 પર કબજો કર્યો છે. વોર્ડ નંબર30 પર અકાલી દળને જીત મળી છે.
ચૂંટણી પરિણામો પર કેજરીવાલ ગદગદ
ચૂંટણી પરિણામો પર આમ આદમી પાર્ટીએ ખુશી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણી પરિણામો પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યુ- ચંદીગઢ કોર્પોરેશની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની આ જીત પંજાબમાં આવનારા પરિવર્તનનો સંકેત છે. ચંદીગઢના લોકોએ આજે ભ્રષ્ટ રાજનીતિને નકારતા આપની ઈમાનદાર રાજનીતિને પસંદ કરી છે. આપના બધા વિજયી ઉમેદવારો તથા કાર્યકર્તાઓને શુભેચ્છા. આ વખતે પંજાબ પરિવર્તન માટે તૈયાર છે.
चंडीगढ़ नगर निगम में आम आदमी पार्टी की ये जीत पंजाब में आने वाले बदलाव का संकेत है।चंडीगढ़ के लोगों ने आज भ्रष्ट राजनीति को नकारते हुए AAP की ईमानदार राजनीति को चुना है।
AAP के सभी विजयी उम्मीदवारों एवं सभी कार्यकर्ताओं को बहुत-बहुत बधाई।
इस बार पंजाब बदलाव के लिए तैयार है।
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 27, 2021
ઉલ્લેખનીય છે કે શુક્રવારે ચંદીગઢ કોર્પોરેશન ચૂંટણીમાં 60 ટકા મતદાન થયું હતું. વોર્ડોની સંખ્યા 2016માં 26થી વધીને 35 થઈ ગઈ છે. પરંપરાગત રૂપથી દર પાંચ વર્ષે યોજાનારી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની ટક્કર જોવા મળતી હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી આવવાથી ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે