ચંડીગઢ મેયર ચૂંટણી કરાવનાર આ અધિકારીએ એવું તે શું કર્યું કે CJI ભડકી ગયા? હવે ચાલી શકે છે કેસ
Chandigarh Mayor Chunav Anil Masih: ચંડીગઢ મેયર ચૂંટણીમાં કથિત ધાંધલી મામલે સુપ્રીમ કોર્ટ સોમવારે લાલઘૂમ જોવા મળી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે લોકતંત્રની હત્યા થઈ રહી છે. તેની પરવાનગી આપી શકાય નહીં.
Trending Photos
Chandigarh Mayor Chunav Anil Masih: ચંડીગઢ મેયર ચૂંટણીમાં કથિત ધાંધલી મામલે સુપ્રીમ કોર્ટ સોમવારે લાલઘૂમ જોવા મળી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે લોકતંત્રની હત્યા થઈ રહી છે. તેની પરવાનગી આપી શકાય નહીં. તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરના એ વીડિયો ઉપર પણ ટિપ્પણી કરી જેમાં તેઓ કેમેરો જોઈ જોઈને મતપત્ર પર કલમ ચલાવી રહ્યા છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ સ્પષ્ટ રીતે આવી કામગીરી કરતા જોઈ શકાય છે.
આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પરિણામને રદ કરવા, તમામ રેકોર્ડ જપ્ત કરવા અને નવા મેયરના કામકાજ પર રોક લગાવવાની માંગણી કરી હતી. આ મામલે સોમવારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વમાં ત્રણ જજોએ સુનાવણી કરી. બેન્ચ સામે પ્રિસાઈડિંગ ઓફિસરના વીડિયો પણ રજૂ કરવામાં આવ્યા. જેને જોઈને સીજેઆઈ કાળઝાળ થઈ ગયા.
પ્રિસાઈડિંગ ઓફિસરનો નવો વીડિયો
મેયર ચૂંટણી દરમિયાન પ્રિસાઈડિંગ ઓફિસર અનિલ મસીહના નવા વીડિયોમાં જોઈ શકાય છે કે તેઓ એક મતને ક્રોસ સાઈન કરીને કેમેરા તરફ જોઈ રહ્યા છે. પછી તે બેલેટ પેપેરને બાસ્કેટમાં મૂકી દે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમના ગઠબંધન મેયર ઉમેદવારની સ્ટેમ્પવાળા મતોને આ પ્રકારે ક્રોસ કરવાથી રદ કરવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ સતત અનિલ મસીહ પર કાર્યવાહીની માંગણી ઉઠી રહી છે.
देखिए लोकतन्त्र की हत्या करते पीठासीन अधिकारी अनिल मसीह..
इन्होंने चंडीगढ़ नगर निगम मेयर चुनाव में इंडिया गठबंधन 8 वोटों की खारिज कर भाजपा को जीत दिलवाई थी।
सुप्रीम कोर्ट ने कहा है कि इस अधिकारी पर केस चलना चाहिए.@DgpChdPolice @ssputchandigarh कब करेंगे गिरफ्तार...? pic.twitter.com/GyTO3hG7H9
— Jharkhand Congress (@INCJharkhand) February 6, 2024
ફૂટેજ માંગ્યા
ચીફ જસ્ટિસે વીડિયો તરફ ઈશારો કરતા કહ્યું કે, જુઓ કઈ રીતે તેઓ કેમેરા સામે જોઈ રહ્યા છે, તેને જણાવો કે તેઓ સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ પર ચૂંટણીની સીસીટીવી કેમેરાથી નિગરાણી કરવામાં આવી હતી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું રેકોર્ડિંગ પણ કરાયું હતું. એવું કહેવાય છે કે ફૂટેજ એક પેનડ્રાઈવમાં બેન્ચને સોપવામાં આવ્યું હતું. ચીફ જસ્ટિસે આ સાથે જ આ મામલા સંબંધિત વધુ વીડિયો પણ માંગ્યા છે અને અધિકારી પર કાર્યવાહી કરવા સુદ્ધાની ચેતવણી આપી છે.
ત્રણ જજોની બેન્ચે હાઈકોર્ટ રજિસ્ટ્રાર સામે બેલેટ પેપર અને વીડિયોગ્રાફી સહિત તમામ રેકોર્ડને સાચવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ નવા મેયરની 7 ફેબ્રુઆરીએ થનારી પહેલી બેઠક ઉપર પણ અનિશ્ચિતકાળ માટે રોક લગાવી છે. સરળ શબ્દોમાં કહીએ તો નવા મેયરના કામકાજ પર કોર્ટના આગામી આદેશ સુધી રોક રહેશે.
આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી બેન્ચે સોમવારે આ મામલાની સુનાવણી બાદ પ્રિસાઈડિંગ ઓફિસરને નોટિસ ફટકારી. કોર્પોરેટર કુલદીપ કુમારે ચૂંટણીમાં કથિત ધાંધલી મામલે કોર્ટમાં અરજી કરી હતી. વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટ સામે વકીલ તરીકે રજૂ થયા હતા. આ મામલે આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે