Chanakya Niti: જો પત્ની અસંતુષ્ટ હોય તો કરે છે આવા આવા ઈશારા, દરેક પતિ માટે જાણવું ખુબ જરૂરી
આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં લગ્નજીવનને સુખમય બનાવવા માટે અનેક વાતો લખી છે. અનેકવાર એવું થાય છે કે મહિલાઓ તેમના પતિથી સંતુષ્ટ હોતી નથી અને પતિને તે વાતની ખબર પણ પડતી નથી. પત્નીઓ ક્યારે પતિથી અસંતુષ્ટ હોય છે તેના સંકેત ખાસ જાણો....
Trending Photos
Chanakya Niti for married life: ચાણક્ય નીતિ અંગે આજે લગભગ દરેક જણને થોડી ઘણી તો સમજ હોય છે જ. ચાણક્ય એક એવા મહાન વ્યક્તિ હતા જેમની વાતો આજે પણ લોકોને એટલી જ પ્રાસંગિક લાગે છે. તેમની વાતોને અનુસરીને લોકો ખુશહાલ જીવન જીવતા હોય છે. સુખી જીવન માટે આચાર્ય ચાણક્ય નીતિની વાતો ખુબ જરૂરી છે. આજના જીવનની ભાગદોડમાં આપણે એવી અનેક વાતો ભૂલી જઈએ છીએ જે ખુબ જરૂરી હોય છે અને તેના વગર આપણે અનિચ્છાએ પણ આપણા પોતાના લોકોને ઠેસ પહોંચાડતા હોઈએ છીએ. આવામાં ચાણક્ય નીતિનું અનુકરણ ખુબ જરૂરી બને છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિમાં લગ્નજીવનને સુખમય બનાવવા માટે અનેક વાતો લખી છે. અનેકવાર એવું થાય છે કે મહિલાઓ તેમના પતિથી સંતુષ્ટ હોતી નથી અને પતિને તે વાતની ખબર પણ પડતી નથી. પત્નીઓ ક્યારે પતિથી અસંતુષ્ટ હોય છે તેના સંકેત ખાસ જાણો....
ચાણક્યા નીતિમાં મહિલાઓના આવા જ કેટલાક ઈશારાઓ વિશે જણાવ્યું છે જે અસંતુષ્ટ હોય તો જણાઈ આવે છે. આ ઈશારાને જાણીને કોઈ પણ પતિ પોતાની પત્નીને ખુશ કરી શકે છે. પત્નીની નારાજગી દૂર કરવા માટે ચાણક્ય નીતિની આ વાતોને જરૂર ધ્યાનમાં રાખવી જોઈએ.
1 વાતો ઓછી કરવી
પત્નીઓ મોટાભાગે ખુબ વાતોડી હોય છે. જ્યારે પત્ની ખુશ હોય ત્યારે પતિ સાથે ખુબ વાતો કરે છે. ક્યારેક તો પતિએ કહેવું પડે છે કે બસ કર કેટલું બોલે છે. જો તમારી પત્ની ખુબ વાત કરતી હોય અને અચાનક શાંત થઈ જાય તો સમજી જાઓ કે તે અસંતુષ્ટ છે એટલે કે તમારી કોઈ વાતથી નારાજ છે. ઓછી વાત કરવી એ પત્નીઓની અસંતુષ્ટી વિશે ઈશારો કરે છે. આ સંકેત મળતા જ તમે તમારી પત્ની સાથે વાત કરો અને જાણો કે તે કઈ વાતથી પરેશાન છે. આમ કરવાથી તે વાત તમારી સાથે શેર કરશે અને પછી પહેલા જેવી થઈ જશે.
2 દરેક વાત પર ગુસ્સો આવવો
બધા જાણે છે કે પત્નીઓ માટે પતિ ખુબ મહત્વ ધરાવે છે. પત્ની તેના પતિને ક્યારેય નારાજ કરવા માંગતી નથી. આવામાં જો તમારી પત્ની વાત વાતમાં ઝઘડે કે તમારાથી કંટાળે અને ગુસ્સો કરે તો સમજી જાઓ કે તે કોઈને કોઈ વાતને લઈને તમારાથી અસંતુષ્ટ છે. આ ઈશારો ધ્યાનમાં રાખીને પણ તમારું આગામી પગલું પત્નીને ખુશ રાખવા માટે હોવું જોઈએ.
3. બસ પોતાના વિશે વિચારવું
પત્નીઓ વિશે કહેવાયું છે કે તે તેના પતિની દરેક જરૂરિયાત વિશે ખ્યાલ રાખે છે. જો તમારી પત્ની અચાનક તમારાથી અંતર જાણવી લે કે તમને લાગે કે તે ફક્ત તમારા વિશે જ વિચારી રહી છે અને તમારો ખ્યાલ રાખતી નથી તો તમારે સમજી જવું જોઈએ કે તે કોઈને કોઈ વાતથી અસંતુષ્ટ છે. બની શકે કે તે તમારી કોઈ વાતથી નારાજ હોય અને તેને ધ્યાનમાં રાખીને તમારે પત્ની સાથે શાંતિથી વાત કરવી જોઈએ. તેની સમસ્યાને સમજીને તેની પરેશાની દૂર કરવી જોઈએ. આમ કરવાથી તમારી પત્નીને સંતોષ મળશે અને તે ફરીથી પહેલાની જેમ તમારી સાથે પ્રેમ કરવા લાગશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે